Site icon

Gautam Adani: ગૌતમ અદાણીનું જોરદાર કમબેક! નેથવર્થ ફરી એકવાર આટલા અબજ ડોલર પર પહોંચી, બન્યા વિશ્વના 16મા સૌથી ધનિક વ્યક્તિ..

Gautam Adani: જાન્યુઆરી 2023ના અંતમાં આવેલા હિન્ડેનબર્ગ રિપોર્ટમાં અદાણી પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણીના શેરમાં ઘટાડો શરૂ થયો હતો. ત્યારે હવે એક વર્ષ પછી અદાણી ગ્રુપ વિશ્વના સૌથી અમીર લોકોના આ ઈન્ડેક્સમાં 14મા ક્રમે છે.

Gautam Adani's net worth once again reached billion dollars.. Became the 16th richest person in the world

Gautam Adani's net worth once again reached billion dollars.. Became the 16th richest person in the world

News Continuous Bureau | Mumbai 

Gautam Adani:  ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક ગૌતમ અદાણીનું અદાણી જુથ ( Adani Group ) હવે વિવાદાસ્પદ હિંડનબર્ગ રિપોર્ટમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ રહ્યું છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બુધવારે સામે આવ્યું હતું, જ્યારે એક વર્ષથી વધુ સમયના અંતરાલ પછી, ગૌતમ અદાણી ફરી એકવાર 100 અબજ ડોલરની ક્લબમાં પ્રવેશવામાં સફળ થયા હતાં. 

Join Our WhatsApp Community

એક અહેવાલ મુજબ બુધવારે ગૌતમ અદાણીની નેટવર્થ ( net worth )   $2.7 બિલિયનથી વધીને $100.7 બિલિયન પર પહોંચી ગઈ હતી. એક વર્ષ પહેલા વિવાદાસ્પદ હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણીની નેટવર્થ $100 બિલિયનને વટાવી ગઈ હોય તેવું આ પ્રથમ વખત છે. જાન્યુઆરી 2023 સુધીમાં, અદાણીની નેટવર્થ લગભગ $120 બિલિયન સુધી પહોંચી ગઈ હતી અને તે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા. તે જ સમયે હિંડનબર્ગના અહેવાલે અદાણી ગ્રુપને ઘણું નુકસાન કર્યું હતું.

 ગૌતમ અદાણીને 100 અબજ ડોલરની નેટવર્થ સુધી પહોંચવામાં એક વર્ષથી થોડો વધુ સમય લાગ્યો છેઃ અહેવાલ..

જાન્યુઆરી 2023ના અંતમાં આવેલા હિન્ડેનબર્ગ રિપોર્ટમાં અદાણી પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણીના શેરમાં ( Adani shares ) ઘટાડો શરૂ થયો હતો. ગ્રુપના વિવિધ શેર સતત નીચલી સર્કિટમાં પહોંચી ગયા હતા. આ કારણે એક સમયે ટોપ-થ્રીમાં પહોંચી ચૂકેલા અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ટોપ-30માંથી પણ બહાર થઈ ગયા હતા. તેથી ગૌતમ અદાણીને 100 અબજ ડોલરની નેટવર્થ સુધી પહોંચવામાં એક વર્ષથી થોડો વધુ સમય લાગ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Pakistan Election: પાકિસ્તાનમાં ચૂંટણી માટે મતદાન શરુ થતાં જ સમગ્ર દેશમાં હવે મોબાઈલ ફોન સેવાઓ કરાઈ સ્થગતિ.. ગૃહમંત્રાલયે આપ્યું આ કારણઃ અહેવાલ..

ગુરુવારે સવારે, બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઈન્ડેક્સ ( Billionaires Index ) પર ગૌતમ અદાણીની નેટવર્થ $97.9 બિલિયન દેખાઈ રહી હતી. ઇન્ડેક્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં $1.30 બિલિયન અને વર્ષ 2024માં અત્યાર સુધીમાં $13.6 બિલિયનનો વધારો થયો છે. વિશ્વના સૌથી અમીર લોકોના આ ઈન્ડેક્સમાં તેઓ હાલમાં 14મા ક્રમે છે.

જ્યારે ફોર્બ્સની ( Forbes ) રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ જણાવે છે કે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ હાલમાં $82.2 બિલિયન છે અને આ સંપત્તિ સાથે તેઓ વિશ્વના 16મા સૌથી ધનિક વ્યક્તિ છે. તાજેતરના નેટવર્થમાં ઉછાળા સાથે, અદાણી હવે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નજીક આવી ગયા છે. અંબાણી હાલમાં ફોર્બ્સની યાદીમાં $111.4 બિલિયનની નેટવર્થ સાથે 11મા ક્રમે છે, પરંતુ બ્લૂમબર્ગના ઇન્ડેક્સ પર તેમની કુલ સંપત્તિ $107 બિલિયન છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version