Site icon

વધુ એક એરલાઈન્સ બંધ થશે, ગો ફર્સ્ટની તમામ ફ્લાઈટ્સ બે દિવસ માટે રદ્દ, કંપનીએ પોતે જ નાદાર હોવાનું જણાવ્યું!

ગો-ફર્સ્ટ : અમેરિકન કંપની તરફથી એન્જિન ન મળવાને કારણે કંપનીના અડધાથી વધુ એરક્રાફ્ટ ઉડાન ભરી શકતા નથી. રિપોર્ટ અનુસાર એરલાઈન્સના લગભગ 50 એરક્રાફ્ટ ગ્રાઉન્ડ થઈ ગયા છે. જેના કારણે કંપનીના કેશ ફ્લો પર ખરાબ અસર પડી છે.

NCLT admits Go First plea for insolvency; imposes moratorium on assets

Go First એરલાઇન્સ ડૂબવાની કગાર પર! ફરીવાર આ તારીખ સુધી બંધ રહેશે તમામ ફ્લાઇટ્સ.. NCLTએ લીધો આ મોટો નિણૅય

News Continuous Bureau | Mumbai

દેશની વધુ એક એરલાઈન્સ કંપની નાદારીની આરે પહોંચી ગઈ છે. વાડિયા ગ્રૂપની એરલાઇન ગો ફર્સ્ટે મંગળવારે NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આ દરમિયાન, ગો ફર્સ્ટની તમામ ફ્લાઇટ્સ આવતીકાલે અને પરમ દિવસે એટલે કે 3જી અને 4મી મે 2023 માટે રદ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

ગો-ફર્સ્ટ એરલાઈન્સે આ નિર્ણય અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને જાણ કરી છે. આવી સ્થિતિમાં, જે હવાઈ મુસાફરોએ આ બે દિવસ માટે કંપનીની ટિકિટ બુક કરાવી છે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

સરકારની ચાંપતી નજર

તે જ સમયે, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સરકાર મુશ્કેલીમાં મુકાયેલી GoFirst એરલાઇનને તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે. તેમણે કહ્યું, ‘સરકાર ગો ફર્સ્ટને તમામ સંભવ મદદ કરી રહી છે, અને સમગ્ર ઘટના પર નજર રાખવામાં આવી રહી છે.’

આ છે ફ્લાઈટ્સ કેન્સલ કરવાનું કારણ

રિપોર્ટ અનુસાર, ગો ફર્સ્ટ એરલાઈન્સ લાંબા સમયથી નાણાકીય સમસ્યાનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ઓઈલ કંપનીઓની બાકી રકમ ચૂકવવામાં અસમર્થતાના કારણે એરલાઈન્સે આ મોટો નિર્ણય લીધો છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો આર્થિક સંકટમાં ઘેરાયેલી એરલાઇન કંપની માટે એન્જિન બનાવતી અમેરિકન કંપની પ્રેટ એન્ડ વ્હિટનીએ સપ્લાય બંધ કરી દીધો છે. આ કારણે કંપની પાસે ફંડની ભારે અછત છે.
રોકડની અછતને કારણે તે ઓઈલ કંપનીઓના લેણાં પણ ચૂકવવા સક્ષમ નથી, જેના કારણે કંપનીઓએ એરલાઈન્સને તેલ આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ સંજોગો વચ્ચે, GoFirst એ 3જી અને 4ઠ્ઠી મેના રોજ તેની તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે, જે કંપનીના ગ્રાહકો માટે કોઈ આંચકાથી ઓછું નથી.

આ સમાચાર પણ વાંચો : NCP: શરદ પવાર બે દાયકા પછી NCPના અધ્યક્ષ પદેથી હટયા, પાર્ટીની રચના કેમ થઈ અને કેવી રહી તેની સફર, અહીં વાંચો બધું

અમેરિકન કંપની તરફથી એન્જિન ન મળવાને કારણે અડધાથી વધુ એરક્રાફ્ટ ગ્રાઉન્ડ થઈ ગયા છે

કંપનીના અડધાથી વધુ એરક્રાફ્ટ ઉડાન ભરી શકતા નથી. રિપોર્ટ અનુસાર એરલાઈન્સના લગભગ 50 એરક્રાફ્ટ ગ્રાઉન્ડ થઈ ગયા છે. જેના કારણે કંપનીના કેશ ફ્લો પર ખરાબ અસર પડી છે. મંગળવારે, ગો એરની નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરવા અંગે સોશિયલ મીડિયા પર ફરિયાદોનું પૂર આવ્યું હતું. આ સમાચાર વાંચીને ટિકિટ બુક કરાવનારા મુસાફરોએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએને ફરિયાદ કરી છે અને બુકિંગ પર તેમના રિફંડની માંગણી કરી છે.

ગો-ફર્સ્ટના ચીફે કહ્યું- ફંડની અછત

પીટીઆઈ અનુસાર, ગો ફર્સ્ટ એરલાઈનના ચીફ કૌશિક ખોનાએ આ સમાચારની પુષ્ટિ કરી છે કે વાડિયા ગ્રુપની ગો ફર્સ્ટ 3 અને 4 મેના રોજ અસ્થાયી રૂપે ફ્લાઈટ્સ બંધ કરશે. ખોનાએ કહ્યું છે કે પ્રેટ એન્ડ વ્હીટની (P&W) દ્વારા એન્જિનની સપ્લાય ન કરવાને કારણે એરલાઈને તેના અડધાથી વધુ કાફલાને ગ્રાઉન્ડ કરી દીધું છે. જેના કારણે ભંડોળની અછત છે. આ સિવાય તમને જણાવી દઈએ કે GoFirst એરલાઈને પ્રેટ એન્ડ વ્હિટની વિરુદ્ધ યુએસ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

એરલાઇન્સ નાદારીની આરે છે

કંપનીની વેબસાઈટ મુજબ એરલાઈનના કાફલામાં 61 એરક્રાફ્ટ છે. તેમાંથી 56 A320 Neo અને પાંચ A320CEO છે. કંપની એવા સમયે મુસાફરોની આવક ગુમાવી રહી છે જ્યારે રોગચાળા પછી એર ટ્રાફિકમાં તીવ્ર વધારો નોંધાઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર વાડિયા ગ્રુપની એરલાઈન ગો ફર્સ્ટ નાદારીની આરે પહોંચી ગઈ છે. કંપનીએ NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી પણ આપી છે.

 

Nepal: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી બબાલ; પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા, ગોળીબારમાં એકનું મોત અને આટલા લોકો થયા ઘાયલ
FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Exit mobile version