Site icon

ગોદરેજ એગ્રોવેટ ઇન્ડિયન પામ ઓઇલ સસ્ટેઇનેબિલિટી (આઇપીઓએસ) માળખા અંતર્ગત ઇન્ડિયન ઓઇલ પામ સર્ટિફિકેશન મેળવનારી પ્રથમ કંપની બની

મુંબઈ, 10 જાન્યુઆરી, 2023: ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ એના ઓઇલ પામ વ્યવસાયમાં પર્યાવરણને અનુકૂળ રીતો અપનાવવા માટે સ્વતંત્ર ધોરણે કાર્યરત આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન સંસ્થા દ્વારા ઇન્ડિયન પામ ઓઇલ સસ્ટેઇનેબિલિટી (આઇપીઓએસ) અંતર્ગત વેરિફિકેશન સર્ટિફિકેશન મેળવનારી દેશમાં પ્રથમ કંપની બની છે.

Godrej Agrovet gets palm oil sustainability certification

ગોદરેજ એગ્રોવેટ ઇન્ડિયન પામ ઓઇલ સસ્ટેઇનેબિલિટી (આઇપીઓએસ) માળખા અંતર્ગત ઇન્ડિયન ઓઇલ પામ સર્ટિફિકેશન મેળવનારી પ્રથમ કંપની બની

News Continuous Bureau | Mumbai

મુંબઈ, 10 જાન્યુઆરી, 2023: ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ એના ઓઇલ પામ વ્યવસાયમાં પર્યાવરણને અનુકૂળ રીતો અપનાવવા માટે સ્વતંત્ર ધોરણે કાર્યરત આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન સંસ્થા દ્વારા ઇન્ડિયન પામ ઓઇલ સસ્ટેઇનેબિલિટી (આઇપીઓએસ) અંતર્ગત વેરિફિકેશન સર્ટિફિકેશન મેળવનારી દેશમાં પ્રથમ કંપની બની છે.

Join Our WhatsApp Community

આ સર્ટિફિકેશન ગોદરેજ એગ્રોવેટના ઓઇલ પામ પ્લાન્ટેશન વ્યવસાયના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી સૌગતા નિયોગીને એનાયત થયું હતું.

દુનિયામાં પામ ઓઇલનો સૌથી મોટો ઉપભોક્તા દેશ ભારત આ કોમોડિટીમાં એના ઉત્પાદનને વધારવાની પોતાની મહત્વાકાંક્ષી યોજનાઓ તરફ અગ્રેસર થઈ રહ્યો છે.

આઇપીઓએસ માળખું સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ સોલિડારિડાડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓઇલ પામ રિસર્ચ અને સોપોપ્રાડના સાથસહકાર સાથે ભારતીય ઉદ્યોગ માટે વિકસાવ્યું છે, જે પર્યાવરણને અનુકૂળ, આર્થિક રીતે વ્યવહારિક અને સામાજિક રીતે લાભદાયક રીતો અને માર્ગદર્શિકાઓ પૂરી પાડે છે.

જ્યારે એનો ઉદ્દેશ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ વધારવાનો છે, ત્યારે સાથે સાથે પર્યાવરણલક્ષી અને સામાજિક દ્રષ્ટિએ પર્યાવરણને અનુકૂળ વૃદ્ધિ હાંસલ કરવાનો પણ છે.

આ સમાચાર પણ વાંચો: મહિન્દ્રા લોજીસ્ટિક્સે તેની લાસ્ટ-માઇકલ ડિલિવરી માટે મહિલા ઇ-બાઇક રાઇડર્સની નિમણૂંક કરી

ગોદરેજ એગ્રોવેટના ઓઇલ પામ પ્લાન્ટેશનના સીઇઓ સૌગતા નિયોગીએ કહ્યું હતું કે, “ઓઇલ પામ વ્યવસાયમાં 30 વર્ષથી વધારે ગાળાના બહોળા અનુભવ સાથે ગોદરેજ એગ્રોવેટ ભારતમાં ક્રૂડ પામ ઓઇલની સૌથી મોટી ડેવલપર અને ઉત્પાદક છે. આ વ્યવસાય ઓઇલ પામના ઉત્પાદનમાં સસ્ટેઇનેબિલિટી એજન્ડાને આગળ વધારવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે અને એટલે સાતત્યપૂર્ણ ધોરણે પામ ઓઇલના વાવેતરની પર્યાવરણને અનુકૂળ રીત પર ખેડૂતોને જાગૃત કરવા આતુર છે. આ સર્ટિફિકેશન ખેડૂતોને તેમની આવકમાં વધારો કરવા માટેની કુશળતા સંવર્ધિત કરવા ટેકો આપવાની કટિબદ્ધતાનું પરિણામ છે, જે ઉત્પાદકતામાં વધારા તરફ દોરી ગઈ છે. અમે અમારા પ્રયાસોને બિરદાવવા માટે ઇન્ડિયન પામ ઓઇલ સસ્ટેઇનેબિલિટી ફ્રેમવર્ક (આઇપીઓએસ)ના આભારી છીએ અને નજીકના ભવિષ્યમાં નવી ઊંચાઈઓ સર કરવા આતુર છીએ.”

છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ગોદરેજ એગ્રોવેટએ આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, ગોવા, મહારાષ્ટ્ર, ઓડિશા, ગુજરાત, છત્તિસગઢ અને મિઝોરમમાં વાવેતર વિકસાવ્યું છે. તાજેતરમાં ગોદરેજ એગ્રોવેટએ નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ – ઓઇલ પામ (એનએમઇઓ-ઓપી) યોજના અંતર્ગત અસમ, મણિપુર અને ત્રિપુરાની રાજ્ય સરકારો સાથે આ રાજ્યોમાં ઓઇલ પામના વાવેતરને વિકસાવવા અને પ્રોત્સાહન આપવા માટે સમજૂતીકરારો (એમઓયુ) કર્યા છે. આ એમઓયુ પર્યાવરણને અનુકૂળ ઓઇલ પામનું ઉત્પાદન વધારી અને ખેડૂતોની આવક બમણી કરીને ભારતના ખાદ્ય તેલના અભિયાનને વેગ આપવાની કંપનીની લાંબા ગાળાની વ્યૂહરચના સાથે સુસંગત છે.

આ સમાચાર પણ વાંચો: સોલ્વન્ટ એક્સ્ટ્રક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) એ જણાવ્યું કે, ભારતમાંમાં ખાદ્યતેલની આયાત 28 ટકા વધી 16 લાખ ટન પહોંચી

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version