Site icon

ગોદરેજ કેપિટલે એમએસએમઇને પૂર્ણ ક્ષમતાથી તેમના વ્યવસાયની વૃદ્ધિમાં મદદરૂપ બનવા ડિજિટલ પ્લેટફોર્મ નિર્માણ લોંચ કર્યું

· એમએસએમઇ માલીકોને તેમની ક્ષમતાથી વ્યવસાયિક વૃદ્ધિની વ્યાપક તકો પ્રદાન કરવા પ્લેટફોર્મ તૈયાર કરાયું · ગોદરેજ કેપિટલે એમએસએમઇની મુખ્ય સમસ્યાઓના ઉકેલ આપવા તથા નજીકના ભવિષ્યમાં તેમના પાર્ટનર નેટવર્કમાં વધારો કરવા એમેઝોન ગ્લોબલ સેલિંગ, ઓનસ્યુરિટી, ઝોલ્વિટ અને એમએસએમઇએક્સ જેવી વિશ્વસનીય બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી

Godrej Capital launches digital platform to help MSMEs grow their businesses

Godrej Capital launches digital platform to help MSMEs grow their businesses

News Continuous Bureau | Mumbai
ગોદરેજ ગ્રૂપની ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની ગોદરેજ કેપિટલે એમએસએમઇ માલીકોને તેમના વ્યવસાયની વૃદ્ધિ માટે વ્યાપક તકો પ્રદાન કરવા માટે તેના નવા ડિજિટલ પ્લેટફોર્મ નિર્માણની જાહેરાત કરી છે. કાળજીપૂર્વક તૈયાર કરાયેલા ગોદરેજ કેપિટલ નિર્માણ એમએસએમઇની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડવા ભાગીદારોની શ્રેણીનો એક સમૂહ છે.

આજે દેશમાં એમએસએમઇ માર્કેટ સુધી મર્યાદિત પહોંચ તથા તેમની પ્રાદેશિકક પહોંચની બહાર વિસ્તરણની ક્ષમતા, કાનૂની અને નિયમનકારી અનુપાલનની આવશ્યકતાઓ વિશે જાણકારીનો અભાવ, ટેક્નોલોજીની મર્યાદિત પહોંચ, કુશળ કર્મચારીઓની ભરતી અને જાળવણી તેમજ ધિરાણની મર્યાદાઓ જેવાં પડકારોનો સામનો કરે છે. ગોદરેજ કેપિટલ નિર્માણનો ઉદ્દેશ્ય આ પડકારનો ઉકેલ આપવાનો તથા “ગ્રો ધ બિઝનેસ”, “ઇઝ બિઝનેસ ઓપરેશન્સ” અને “ટ્રાન્સફોર્મેશન થ્રુ અપસ્કિલિંગ” શ્રેણીઓ હેઠળ સેવાઓ પ્રદાન કરવાનો છે.

Join Our WhatsApp Community

કંપનીએ નાના વ્યવસાયોને સંભવિત માર્કેટ સુધી પહોંચ વધારવા, કાયદાકીય અને નિયમનકારી અનુપાલનને સરળ કરવા, કર્મચારીઓના આરોગ્ય અને સુખાકારીમાં વધારો કરવા તેમજ બિઝનેસ કોચિંગ પૂરું પાડવા માટે શરૂઆતમાં એમેઝોન ગ્લોબલ સેલિંગ, ઓનસ્યુરિટી, ઝોલ્વિટ અને એમએસએમઇએક્સ સાથે ભાગીદારી કરી છે. વધુમાં, ગોદરેજ કેપિટલ નિર્માણના યુઝર્સ ડિસ્કાઉન્ટેડ પ્રાઇઝ પોઇન્ટ ઉપર પ્રોડક્ટ અને પ્રાઇઝિંગ ઓફરિંગ્સ મેળવશે તથા ગોદરેજ કેપિટલના ગ્રાહકો વધારાના અને વિશિષ્ટ પ્રાઇઝિંગના લાભો માટે હકદાર બનશે.

આ સમાચાર પણ વાંચો :કોણે કહ્યું કાગડા બધે કાળા હોય? મહારાષ્ટ્રના આ શહેરમાં જોવા મળ્યો સફેદ કાગડો.. જુઓ વિડીયો

વધુમાં આ ફ્લેગશીપ પ્લેટફોર્મ ભારતમાં બીએફએસઆઇ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ છે. તે મુખ્ય ધિરાણ ઓફરિંગથી આગળ વધીને વ્યવસાયની વૃદ્ધિની તકો ધરાવતી મૂલ્ય-વર્ધિત સેવાઓ, વ્યવસાયમાં સરળતા, નોલેજ અને નેટવર્કની તકો પણ આપે છે.

આ લોંચ અંગે વાત કરતાં ગોદરેજ કેપિટલના એમડી અને સીઇઓ મનીષ શાહે કહ્યું હતું કે, “ગોદરેજ ગ્રૂપ ભારતીય અર્થતંત્રની વૃદ્ધિમાં યોગદાન આપવાની લાંબાગાળાની પ્રતિબદ્ધતા ધરાવે છે તથા ગોદરેજ કેપિટલ દ્વારા અમે નિર્માણના લોંચ અંગે ગૌરવ કરીએ છીએ, જે એમએસએમઇને તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે વૃદ્ધિ સાધવા સક્ષમ કરશે, જેથી દેશની આર્થિક વૃદ્ધિને બળ આપી શકાય. અમે દેશમાં એમએસએમઇની વૃદ્ધિ સંબંધિત પડકારનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે અને અમારા દ્વારા પહેલેથી જ પૂરી પડાતી ધિરાણ સુવિધાઓ સાથે નિર્માણ દ્વારા અમે કેટલાંક પડકારનો ઉકેલ લાવવા મદદ કરી શકીશું, જેથી ક્ષેત્રની વૃદ્ધિને ટેકો આપી શકાશે.”

આ સમાચાર પણ વાંચો :સુપ્રીમ કોર્ટે મુંબઈ મેટ્રોને આપ્યો ઠપકો, આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ફટકાર્યો…

ગોદરેજ કેપિટલ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા પ્લેટફોર્મ ઉપર વધુ મૂલ્ય-વર્ધિત સેવાઓ લાવવા ઉપર કેન્દ્રિત છે તથા એવાં પડકારો ઉપર સતત અપડેટ રહેશે, જેનો ઉકેલ લાવવો ફરજીયાત છે.

આ પ્રારંભિક લોંચ કબક્કામાં સેવાઓને સમગ્ર ભારતમાં 30 મુખ્ય માર્કેટ્સમાં પ્રોત્સાહિત કરાશે, પરંતુ તે દેશના ખૂણે-ખૂણે ઉપલબ્ધ છે.

ગોદરેજ કેપિટલે નવેમ્બર 2020માં તેની શરૂઆતથી અત્યાર સુધીમાં રૂ. 5300 કરોડની હાઉસિંગ, એસએમઇ અને એમએસએમઇ લોનનું વિતરણ કર્યું છે. આ ઉપરાંત તેણે ભારતના 13 શહેરોમાં તેની ઉપસ્થિતિ વિસ્તારી છે.

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version