Site icon News Continuous Bureau | Mumbai

Gold and Silver Prices Rocket: સોના-ચાંદીના ભાવમાં મોટો ભડકો: સોનું એકાએક ₹2,200 મોંઘું થયું, જાણો શું છે લેટેસ્ટ ભાવ

લગ્નસરાની સીઝન વચ્ચે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય ખરીદદારોનું બજેટ ખોરવાયું છે.

Gold and Silver Prices Surge: Silver jumps over ₹6,500 on MCX; check today's latest rates in Ahmedabad and Mumbai.

Gold and Silver Prices Surge: Silver jumps over ₹6,500 on MCX; check today's latest rates in Ahmedabad and Mumbai.

News Continuous Bureau | Mumbai

ભારતીય સર્રાફા બજાર (Bullion Market) માં અઠવાડિયાની શરૂઆતમાં જ સોના અને ચાંદીના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹2,200 નો વધારો થયો છે. આ તેજીને કારણે રોકાણકારો માં ખુશીનો માહોલ છે, પરંતુ ઘરેણાં ખરીદનારા ગ્રાહકો માટે ચિંતા વધી છે.

Join Our WhatsApp Channel

એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદીનો આજનો લેટેસ્ટ ભાવ

સોમવારે સવારે બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં ₹12,605 નો ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો, જેનાથી ચાંદી પ્રતિ કિલો ₹2,62,497 ના સ્તરે પહોંચી ગઈ છે. સોનાની વાત કરીએ તો, 24 કેરેટ સોનાનો ભાવ ₹1,57,655 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમત અંદાજે ₹1,44,037 અને 18 કેરેટની કિંમત ₹1,17,848 થઈ ગઈ છે. નિષ્ણાતો નું માનવું છે કે વૈશ્વિક અસ્થિરતાને કારણે કિંમતોમાં આ વધારો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Income Tax New Rules 2026: ઇન્કમ ટેક્સ ફાઇલિંગમાં મોટા ફેરફાર: ITR-1 થી ITR-7 ના બદલાઈ ગયા નિયમો, જાણો 1 એપ્રિલથી તમારા માટે કયો ફોર્મ લાગુ થશે

ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના દર (Rates)

ગુજરાતના બજારોમાં પણ આજે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ (Ahmedabad), સુરત (Surat) અને વડોદરામાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,56,640 પ્રતિ 10 ગ્રામની આસપાસ રહ્યો છે. જ્યારે આ શહેરોમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹2,84,900 સુધી પહોંચ્યો છે. લગ્નની સીઝન હોવાથી જ્વેલર્સ પાસે ગ્રાહકોની ભીડ તો છે, પરંતુ વધતા ભાવને જોઈને ઘણા લોકો અત્યારે માત્ર પૂછપરછ કરીને પરત ફરી રહ્યા છે.

શા માટે સોના-ચાંદીના ભાવમાં આગ લાગી?

આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર નબળો પડવો અને ભૂ-રાજકીય તણાવ ને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ ઉપરાંત, ભારતમાં અત્યારે લગ્નસરાની સીઝન તેના ચરમસીમા પર છે, જેના કારણે સ્થાનિક બજારમાં સોનાની માંગમાં અચાનક મોટો વધારો થયો છે. માંગ અને પુરવઠાના આ અસંતુલનને કારણે ઘરેલું બજારમાં કિંમતો રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી છે.

Donkey Farming Scheme હવે ગધેડા પાલન બનશે નફાકારક બિઝનેસ કેન્દ્ર સરકાર આપી રહી છે ૫૦% સબસિડી, ₹૫૦ લાખ સુધીની મળશે આર્થિક સહાય!
India Shifts LPG Imports યુદ્ધ સંકટ વચ્ચે રસોઈ ગેસની અછત નહીં થાય; ભારતની સરકારી ઓઈલ કંપનીઓએ આ દેશ સાથે હાથ મિલાવ્યા
India Forex Reserves Fall ઐતિહાસિક સપાટીએથી પાછળ હટ્યું ફોરેક્સ સાપ્તાહિક ધોરણે અબજો ડોલરનો ઘટાડો નોંધાયો; વૈશ્વિક બજારના દબાણ વચ્ચે રિઝર્વ બેંકના આંકડા જાહેર
Bank Strike September 2026 બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેવાની શક્યતા, શું તમારા પગાર પર થશે અસર?
Exit mobile version