Site icon

સેફ હેવન ગણાતા સોનાની ચમક વધી- 50 ટકા થી વધુ લોકોએ કર્યું છે સોનામાં રોકાણ- ગુજરાતનું આ શહેર ટોપ પર- જુઓ આખું લિસ્ટ

Why Indians buy gold from Dubai? What is rule in India for buying

દુબઈ ફરવા ગયા છો? સોનું ખરીદવાના છો? જાણી લો ભારત પહોંચતા ની સાથે જ કયા કાયદાઓ લાગુ થશે. ? શા માટે દુબઈથી સોનુ ખરીદવું જોઈએ? અને શા માટે નહીં?

News Continuous Bureau | Mumbai

ભારતીયો સોનાને (Indians gold) સૌથી સુરક્ષિત રોકાણ (safe investment) માને છે. લોકો વાર-તહેવારમાં સોનું ખરીદે છે અને રોકાણ કરે છે. દેશમાં તાજેતરમાં કરાયેલા એક સર્વે મુજબ દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં સોનાની ચમક સૌથી વધુ છે. મોટાભાગના લોકો અહીં સોનું ખરીદે છે. સર્વે અનુસાર, દેશમાં સરેરાશ 15% પરિવારો સોનામાં રોકાણ (gold investments) કરે છે. જોકે, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આ આંકડો રાષ્ટ્રીય સરેરાશ (National average) કરતા ઘણો વધારે છે.

Join Our WhatsApp Community

સર્વે મુજબ કર્ણાટક 38% સાથે ટોચ પર છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં સોનું ખરીદનારા પરિવારોની ટકાવારી વધુ છે. એટલે કે, અહીં સોનાને લગતા ટ્રેન્ડ સૌથી વધુ સકારાત્મક છે.

તો બીજી તરફ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં સોનામાં રોકાણ કરનારા પરિવારોની સંખ્યા 5% કે તેનાથી પણ ઓછી છે. આનું કારણ પણ સમજી શકાય તેવું છે. આ રાજ્યોમાં મોટી સંખ્યામાં પરિવારો (15,000 થી ઓછી માસિક આવક સાથે) આખા મહિનામાં 10 ગ્રામ સોનાની કિંમત કરતાં અડધા કરતાં પણ ઓછા ખર્ચે ચાલે છે.

આ સમાચાર પણ વાંચો- રોહિત શર્માની પીઠ પાછળ એવી હરકત કરતા પકડાઈ ગયો આર અશ્વિન- વિડીયો જોઈ તમે પેટ પકડીને હસશો- જુઓ વીડિયો 

યાદીમાં ટોચના આઠ શહેરોમાં, 40% થી વધુ ઘરો સોનામાં રોકાણ કરે છે. આ સર્વે દેશના 100 જિલ્લાઓમાં ફેલાયેલો હતો. ટોચના 25 શહેરોમાં સોનામાં રોકાણ કરનારા પરિવારોની ટકાવારી 28 કે તેથી વધુ છે. આ ટોપ 25માં કર્ણાટકના 4 શહેરો, મહારાષ્ટ્રના 7 શહેરો, હરિયાણાના 3 અને આંધ્રપ્રદેશના 2 શહેરોનો સમાવેશ થાય છે.

જ્યારે સોનાના રોકાણની વાત આવે છે, ત્યારે માત્ર રાજ્ય જ નહીં, જિલ્લાઓમાં પણ તેમનું વર્ચસ્વ છે.દેશના ઘણા ભાગોમાં પરિવારો રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ પરિવારો સોનામાં રોકાણ કરે છે. ગુજરાતમાં સુરત શહેર મોખરે છે. સર્વે મુજબ અડધા લોકોએ સ્વીકાર્યું કે તેઓએ સોનામાં રોકાણ કર્યું છે. યાદીમાં આંધ્રપ્રદેશનું કૃષ્ણા બીજા અને  મહારાષ્ટ્રનું થાણે ત્રીજા ક્રમે છે.

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version