Site icon

લો બોલો હવે બનાવટી હોલમાર્ક પણ! મુંબઈમાં બનાવટી હોલમાર્કના આટલા કરોડ રૂપિયાની કિંમતના દાગીના જપ્ત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

કેન્દ્ર સરકારે દેશભરમાં સોનાના દાગીના પર હોલમાર્ક ફરજિયાત કર્યું છે, ત્યારે બનાવટી હોલમાર્ક કરેલા દાગીના પણ બજારમાં આવી ગયા છે. બ્યુરો ઑફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ (BIS) અંધેરીની એક કંપની પર છાપો મારીને બનાવટી હોલમાર્ક સ્ટૅમ્પ સાથેના 3 કરોડ 35 લાખ રૂપિયાની કિંમતના 714 ગ્રામના દાગીના જપ્ત કર્યા હતા.

મળેલ માહિતી મુજબ અંધેરી(પૂર્વ)માં મિસ્ત્રી ઇન્ડસ્ટ્રિયલ કૉમ્પ્લેક્સમાં 24 નંબરના યુનિટમાં આવેલી એક ખાનગી કંપની દ્વારા સોનાનાં ઘરેણાં પર હોલમાર્કના બનાવટી સ્ટૅમ્પ મારવામાં આવી રહ્યા હતા. એની ટિપ મળતાં જ BIS દ્વારા આ કંપની પર છાપો મારવામાં આવ્યો હતો. લગભગ 714 ગ્રામના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. જુદા જુદા ઝવેરીઓની દુકાનમાંથી આ દાગીના અહીં હોલમાર્ક માટે લાવવામાં આવ્યા હતા.

સરકારના આ કાયદા સામે નવી મુંબઈના APMC દાણાબંદરમાં શુક્રવારે પ્રતિકાત્મક હડતાળ : વેપારીઓ, દલાલ અને ગુમાસ્તાઓ જેવા 5,000થી વધુ લોકો જોડાશે હડતાળમાં; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે ગેરકાયદે રીતે BISના સિમ્બૉલનો ઉપયોગ કરવો ગુનો છે. એ માટે બે વર્ષની જેલની સજા અને બે લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.

Gold Silver Price Today: ચાંદીના ભાવમાં ગાબડું: ૨૪ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો; જાણો દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ૨૨ અને ૧૮ કેરેટનો લેટેસ્ટ રેટ.
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવ આસમાને, આજે ચાંદીએ લગાવી ₹૭,૦૦૦ની છલાંગ; જાણો આજનો નવો ભાવ.
US India Export Tariff Issue: ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય બંદરો પર અબજોનો માલ અટક્યો! ‘ટેરિફ વોર’ના ડરે નિકાસકારોએ લગાવી બ્રેક; જાણો શું છે કારણ.
Gold-Silver Rates Crash: સોના-ચાંદીના ભાવમાં ભારે ગાબડું! ચાંદીના ભાવમાં ₹૨૧૦૦નો કડાકો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ
Exit mobile version