Site icon

Gold Loan- Personal Loan: આર્થિક તંગી પડી રહી છે? પર્સનલ લોન અને ગોલ્ડ લોન વચ્ચે કયો વિકલ્પ સારો છે, જાણો બંને વચ્ચેના આ મોટા તફાવતો.. વાંચો વિગતે અહીં.

Gold Loan- Personal Loan: એકાએક પૈસાની જરૂર ઊભી થાય તો સૌથી પહેલા બે જ ઓપ્શન હોય છે; પર્સનલ લોન અને ગોલ્ડ લોન. ઘરમાં રહેલ સોનાના ઘરેણા અને સિક્કા પરથી ગોલ્ડ લોન મળી શકે છે.

Gold Loan - Personal Loan: Having a financial crisis? Which is the best option between personal loan and gold loan

Gold Loan - Personal Loan: Having a financial crisis? Which is the best option between personal loan and gold loan

News Continuous Bureau | Mumbai 

Gold Loan– Personal Loan: એકાએક પૈસાની જરૂર ઊભી થાય તો સૌથી પહેલા બે જ ઓપ્શન હોય છે; પર્સનલ લોન (Personal Loan) અને ગોલ્ડ લોન (Gold Loan). ઘરમાં રહેલ સોનાના ઘરેણા ( Gold ornaments ) અને સિક્કા ( Gold Coins )  પરથી ગોલ્ડ લોન મળી શકે છે. ઈમરજન્સીની પરિસ્થિતિમાં ગોલ્ડ લોન લેવી જોઈએ કે પર્સનલ લોન તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

ગોલ્ડ લોન એક પ્રકારની સિક્યોર લોન ( Secure Loan ) હોય છે. નોન બેન્કિંગ ફાઈનાન્શિયસ કંપની ( Non Banking Financial Company ) લોનના બદલામાં સોનાના ઘરેણા કોલેટ્રલ તરીકે રાખે છે. પર્સનલ લોન અનસિક્યોર લોન ( Unsecured loans ) હોય છે. જેમાં વ્યક્તિ બેન્ક અથવા અન્ય ફાઈનાન્શિયલ સંસ્થા પાસેથી અલગ અલગ ખર્ચાઓ માટે લઈ શકે છે. સિક્યોર લોનની સરખામણીએ પર્સનલ લોન માટે કોલેટ્રલની જરૂર રહેતી નથી. પર્સનલ લોન માટે ઘર થવા કાર જેવી સંપત્તિ ગીરવે રાખવી પડી નથી. બેન્ક લોન આપતા પહેલા ગ્રાહકની શાખ અને આવકનું મૂલ્યાંકન કરે છે.

આ બંને લોન લેવા માટેની લિમિટ અલગ અલગ હોય છે. ગોલ્ડ લોન લેવા માટે કોલેટ્રલ તરીકે રાખવામાં આવેલ સોનાની વેલ્યૂ અને પ્યૂરિટીના આધાર પર લોનની રકમ નક્કી કરવામાં આવે છે. RBIના ડાયરેક્ટિવ અનુસાર ગોલ્ડ લોન હેઠળ મહત્તમ 75 ટકા લોન આપવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન આ મહત્તમ લોનની રકમ 75 ટકામાંથી 90 ટકા કરવામાં આવી હતી. 1 લાખ રૂપિયાનું સોનું ગીરવે રાખવામાં આવે તો તમને 75,000 રૂપિયા આપવામાં આવશે. પર્સનલ લોન મામલે લોનની રકમ 20,000 રૂપિયાથી 1 કરોડ હોઈ શકે છે. ક્રેડિટ સ્કોર તથા રિપેમેંટ કેપેસિટીનું આકલન કર્યા પછી લોનની રકમ નક્કી કરવામાં આવે છે.

 કેટલો રહેશે વ્યાજ દર ( Interest rate ) ?

ગોલ્ડ લોન ઓછા સમય માટે આપવામાં આવે છે. જે 6 મહિનાથી 48 મહિના સુધીની હોઈ શકે છે. પર્સનલ લોન ચૂકવવા માટે વધુ સમય આપવામાં આવે છે. બેન્કમાંથી પર્સનલ લોન લેવામાં આવે તો 12 મહિનાથી 72 મહિના સુધીનો રિપેમેન્ટ પીરિયડ મળી શકે છે. કોઈ બેન્ક 7 વર્ષ માટે પણ પર્સનલ લોન આપે છે.

ગોલ્ડ લોન પર 9થી 27 ટકા વ્યાજ વસૂલવામાં આવી શકે છે. લોનનો સમય, લોનની રકમ તથા અન્ય પેરામીટર્સ પર વિચાર કર્યા પછી વ્યાજદર નક્કી કરવામાં આવે છે. પર્સનલ લોન પર 10.5 ટકાથી અને 24 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે. ક્રેડિટ સ્કોર સારો હોય તો ઓછા વ્યાજદરે પણ પર્સનલ લોન મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો : POCSO Act: શું ભારતમાં સહમતિ સાથે બાંધેલા સંબંધની ઉંમર થશે ઓછી? જાણો કાયદા પંચે શું આપી સલાહ.. જાણો સંપુર્ણ રિપોર્ટ વિગતે.. વાંચો અહીં..

નક્કી કરેલ સમય પહેલા લોન ચૂકવી દેવામાં આવે તો તેને ફોરક્લોઝર કહેવામાં આવે છે. નિયમો અને શરતોના આધાર પર ફોરક્લોઝર ચાર્જ નક્કી કરવામાં આવે છે. ગોલ્ડ લોન માટે સામાન્ય રીતે ફોરક્લોઝર ચાર્જ લોન રાશિની 1-2% હોઈ શકે છે. કેટલાક ઉધારદાતા ફોરક્લોઝર ચાર્જ લેતા નથી. સમય પૂરો થયા પહેલા પર્સનલ લોન બંધ કરવા માંગો છો તો કેટલાક ઉધારદાતા ફોરક્લોઝર ચાર્જ લઈ શકે છે. જે બેન્કના નિયમ અને શરત પર આધારિત રહે છે. પહેલી EMIની ચૂકવણી કર્યા પછી પર્સનલ લોન બંધ કરવામાં આવે તો પર્સનલ લોન માટે ફોરક્લોઝર ચાર્જ લોનની રકમના 3% હોઈ શકે છે.

ઈમરજન્સી પરિસ્થિતિમાં ગોલ્ડ લોન અને પર્સનલ લોન બંને લઈ શકાય છે. જરૂરિયાતના આધાર પર કઈ લોન લેવી તે નક્કી કરવામાં આવે છે. ગોલ્ડ લોન લઈ શકાય તેમ ના હોય તો પર્સનલ લોન લઈ શકાય છે. ગોલ્ડ લોનની પરિસ્થિતિમાં ઓછા ડોક્યુમેન્ટની જરૂર હોય છે અને તાત્કાલિક પ્રદાન કરવામાં આવે છે. પ્રી અપ્રૂવ્ડ પર્સનલ લોન તાત્કાલિક મેળવી શકાય છે. ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો પર્સનલ લોન મેળવવી તે મુશ્કેલ કામ છે. પર્સનલ લોન મળી જાય તો વધુ વ્યાજ વસૂલવામાં આવે છે. ગોલ્ડ લોન એપ્લિકેશન પર ક્રેડિટ સ્કોરની અસર થતી નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે, અમે આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતા નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version