Site icon

Gold price: ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા સોનાના ભાવ, ઇઝરાયેલ-હમાસ યુદ્ધની અસર!

Gold price: સોના અને ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ગઈકાલે તેમના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈઝરાયલ-હમાસ યુદ્ધના કારણે યુએસ ફેડરલ રિઝર્વને વ્યાજદર અંગે આકરા નિર્ણયો લેવા પડી શકે છે અને તેની અસર ડોલરના દર પર નકારાત્મક અસર થવાની ધારણા છે. ફેડરલ રિઝર્વ વ્યાજ દરોને લઈને સાવચેત રહેશે અને તેના કારણે ડોલરના દરમાં પણ વધઘટ જોવા મળી શકે છે.

Gold price Gold prices reached a four-month high, the impact of the Israel-Hamas war!

Gold price Gold prices reached a four-month high, the impact of the Israel-Hamas war!

News Continuous Bureau | Mumbai

Gold priceસોના અને ચાંદીના ભાવમાં ( Gold and silver prices ) આજે વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ગઈકાલે તેમના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈઝરાયલ-હમાસ યુદ્ધના ( Israel-Hamas war ) કારણે યુએસ ફેડરલ રિઝર્વને ( US Federal Reserve ) વ્યાજદર ( interest rate ) અંગે આકરા નિર્ણયો લેવા પડી શકે છે અને તેની અસર ડોલરના દર પર નકારાત્મક અસર થવાની ધારણા છે. ફેડરલ રિઝર્વ વ્યાજ દરોને લઈને સાવચેત રહેશે અને તેના કારણે ડોલરના દરમાં પણ વધઘટ જોવા મળી શકે છે. તેથી રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ આગળ વધી રહ્યા છે અને સોના-ચાંદીને આનો લાભ મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

સોનાના ભાવ ચાર મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. કોમોડિટી માર્કેટમાં એમસીએક્સ પર સોનું 4 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે અને આજે સોનામાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં પણ જોરદાર કારોબાર જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારી પર કાબૂ મેળવી શકે તેવી હોવી જોઈએ MPC: RBI ગવર્નર

MCX પર સોના અને ચાંદીના ભાવ

મીડિયા અહેવાલ અનુસાર, આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 4 મહિનાની ટોચે પહોંચી ગયું છે. સોનાના ભાવમાં 277 રૂપિયા અથવા 0.46 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને તે 60595 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. આજે સોનાનો ભાવ 60660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. સોનાના આ ભાવ તેના ડિસેમ્બર વાયદા માટે છે. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદી પણ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સારી કિંમતે કારોબાર કરી રહી છે. ચાંદીના ભાવ 283 રૂપિયા અથવા 0.40 ટકા વધીને 71899 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. આજે ચાંદીની કિંમત 72164 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. ચાંદીના આ ભાવ તેના ડિસેમ્બર વાયદા માટે છે.

 

Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Exit mobile version