ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ફેબ્રુઆરી 2021
જ્યારથી અમેરિકામાં મજબૂત સરકાર આવી છે ત્યારથી સોનાના વળતા પાણી છે. છેલ્લા બે દિવસથી સોનાનો ભાવ સતત નીચે આવી રહ્યો છે. હાલ સોનાનો ભાવ 47,475 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જોકે ચાંદી અત્યારે ઊંચાઈ પર છે અને તેનો ભાવ ૬૮,૬૦૦ રૂપિયા પ્રતિ કિલો છે. ઓગસ્ટ 2020 માં સોનાનો ભાવ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ઓગસ્ટથી અત્યાર સુધી સોનાનો ભાવ સતત નીચે આવ્યો છે જેને કારણે સોનું 9000 રુપિયા સસ્તું થયું છે.
સરકારે બજેટમાં સોના ઉપર અનેક જાહેરાત કરી છે. જેનો અસર સોનાના ભાવ પર પડ્યો છે.
