Site icon News Continuous Bureau | Mumbai

Gold-Silver Price Today: સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી ₹૩ લાખ પ્રતિ કિલોની નજીક; જાણો તમારા શહેરમાં લેટેસ્ટ રેટ..

Gold-Silver Price Today: MCX પર સોનું ₹૧.૬૭ લાખને પાર, ચાંદી ₹૨.૯૧ લાખ પર પહોંચી; ૧૯૭૩ પછી પહેલીવાર સોનામાં સતત સાત મહિનાથી ભાવવધારો ચાલુ.

Gold Prices Skyrocket Amid Middle East Tensions Gold Hits ₹1.67 Lakh, Silver Nears ₹3 Lakh per Kg. Check Today's Spot Rates in Major Metros.

Gold Prices Skyrocket Amid Middle East Tensions Gold Hits ₹1.67 Lakh, Silver Nears ₹3 Lakh per Kg. Check Today's Spot Rates in Major Metros.

News Continuous Bureau | Mumbai

Gold-Silver Price Today: સોમવારે (૨ માર્ચ ૨૦૨૬) સવારે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા હતા. MCX પર ૨ એપ્રિલ ૨૦૨૬ની ડિલિવરી માટે સોનું ૩.૧૨% ના ઉછાળા સાથે ₹૧,૬૭,૧૫૫ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચ્યું છે. તેવી જ રીતે ચાંદી પણ ૩.૦૪% વધીને ₹૨,૯૧,૨૪૯ પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે. વૈશ્વિક બજારમાં સોનું ૧% વધીને $૫,૩૭૦ પ્રતિ ઔંસના સ્તરને પાર કરી ગયું છે.નિષ્ણાતોના મતે, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલા બાદ વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વધી છે. રોકાણકારો સરકારી બોન્ડ અને કરન્સીના બદલે સોનામાં રોકાણ કરવાનું સુરક્ષિત માની રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની મોટી ખરીદી પણ આ ભાવવધારા પાછળનું મુખ્ય કારણ છે.

Join Our WhatsApp Channel

મહાનગરોમાં સોનાનો હાજર (Spot) ભાવ

આજે ૨ માર્ચ ૨૦૨૬ના રોજ ભારતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧ ગ્રામ ₹૧૬,૯૮૫ પર પહોંચ્યો છે, જ્યારે ૨૨ કેરેટ માટે ₹૧૫,૫૭૦ અને ૧૮ કેરેટ માટે ₹૧૨,૭૪૦ ચૂકવવા પડી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ અને કોલકાતામાં ભાવ લગભગ સમાન સ્તરે છે, જ્યાં ૨૪ કેરેટ સોનું ₹૧૬,૯૮૦, ૨૨ કેરેટ ₹૧૫,૫૬૫ અને ૧૮ કેરેટ ₹૧૨,૭૩૫ પ્રતિ ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.રાજધાની દિલ્હીમાં સોનાના ભાવ અન્ય શહેરોની સરખામણીએ થોડા ઊંચા જણાય છે, ત્યાં ૨૪ કેરેટનો ભાવ ₹૧૬,૯૯૫, ૨૨ કેરેટનો ₹૧૫,૫૮૦ અને ૧૮ કેરેટનો ₹૧૨,૭૫૦ નોંધાયો છે. જોકે, સૌથી વધુ તેજી દક્ષિણ ભારતના ચેન્નાઈમાં જોવા મળી રહી છે, જ્યાં ૨૪ કેરેટ સોનું પ્રતિ ૧ ગ્રામ ₹૧૭,૦૮૪ની સપાટી વટાવી ચૂક્યું છે. અહીં ૨2 કેરેટ માટે ₹૧૫,૬૬૦ અને ૧૮ કેરેટ માટે ₹૧૩,૪૦૦ જેવો ઊંચો ભાવ અંકાઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.

૧૯૭૩ પછીનો સૌથી મોટો ટ્રેન્ડ

ફેબ્રુઆરી મહિનામાં સોનાએ સતત સાતમા મહિને તેજી નોંધાવી છે. ૧૯૭૩ પછી આ સોનાના ભાવમાં વધારાની સૌથી લાંબી શ્રેણી છે. ભૌગોલિક રાજકીય તણાવ (Geopolitical Tension) અને ડોનાલ્ડ ટ્રમ્પના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પરિવર્તનને કારણે સોનામાં તેજીનો ટ્રેન્ડ યથાવત રહેવાની શક્યતા છે.

ચાંદીમાં પણ તેજીનો ચમકારો

ચાંદીના ભાવ પણ પ્રતિ કિલો ₹૩ લાખના મનોવૈજ્ઞાનિક સ્તરની અત્યંત નજીક પહોંચી ગયા છે. ઉદ્યોગોમાં ચાંદીની વધતી માંગ અને સોનાની પાછળ પાછળ ચાંદીમાં પણ સુરક્ષિત રોકાણ વધતા મે ૨૦૨૬ના વાયદામાં મોટી તેજી જોવા મળી છે.

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં ‘બ્લેક મન્ડે’ , સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૨.૩૪ લાખ કરોડ સ્વાહા
Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Exit mobile version