Site icon News Continuous Bureau | Mumbai

Today Gold Rate: સોનું ખરીદવાની ઉત્તમ તક! સતત ચોથા દિવસે કિંમતોમાં ગાબડું; મિડલ ઈસ્ટના જંગ વચ્ચે પણ સોનું થયું સસ્તું, જુઓ આજનો લેટેસ્ટ ભાવ.

ઈરાન પર હુમલા વચ્ચે સોનાના ભાવમાં કડાકો, 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹1,630 નો ઘટાડો; જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ.

Gold Rates Crash Amid US-Iran Conflict; Silver Remains Stable; Check Today’s Latest Prices in India.

Gold Rates Crash Amid US-Iran Conflict; Silver Remains Stable; Check Today’s Latest Prices in India.

News Continuous Bureau | Mumbai

Today Gold Rate ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલની સેનાના હુમલાનો આજે છઠ્ઠો દિવસ છે, પરંતુ ભારતીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડાનો આજે સતત ચોથો દિવસ છે. 2 માર્ચ ૨૦૨૬ પછી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં જ 24 કેરેટ સોનાની કિંમતમાં પ્રતિ 100 ગ્રામ ₹1,02,100 સુધીનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં પણ મોટી નરમાઈ જોવા મળી છે.

Join Our WhatsApp Channel

24 કેરેટ અને 22 કેરેટ સોનામાં ભારે ઘટાડો

આજે 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ ₹163 ઘટીને ₹16,288 પર આવી ગઈ છે, જે ગઈકાલે ₹16,451 હતી. તે જ રીતે, 10 ગ્રામ સોનાના ભાવમાં ₹1,630 અને 100 ગ્રામમાં ₹16,300 નો ઘટાડો નોંધાયો છે. 22 કેરેટ સોનામાં પણ પ્રતિ 10 ગ્રામ ₹1,500 અને પ્રતિ 100 ગ્રામ ₹15,000 નો ઘટાડો થયો છે. આજે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹14,930 ના સ્તરે પહોંચ્યો છે.

મુખ્ય શહેરોમાં સોનાના લેટેસ્ટ ભાવ

ભારતના વિવિધ શહેરોમાં સોનાના ભાવમાં નજીવો તફાવત જોવા મળ્યો છે. અમદાવાદ અને વડોદરામાં ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹૧૬,૨૯૨, ૨૨ કેરેટનો ₹૧૪,૯૩૪ અને ૧૮ કેરેટનો ભાવ ₹૧૨,૨૨૦ રહ્યો છે. મુંબઈ અને બેંગલુરુમાં કિંમતો થોડી ઓછી છે, જ્યાં ૨૪ કેરેટ સોનું ₹૧૬,૨૮૭, ૨૨ કેરેટ ₹૧૪,૯૨૯ અને ૧૮ કેરેટ ₹૧૨,૨૧૫ ના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.દેશની રાજધાની દિલ્હીમાં સોનાના ભાવ અન્ય શહેરોની સરખામણીએ થોડા ઊંચા જોવા મળ્યા છે, જેમાં ૨૪ કેરેટ માટે ₹૧૬,૩૦૨, ૨૨ કેરેટ માટે ₹૧૪,૯૪૪ અને ૧૮ કેરેટ માટે ₹૧૨,૨૩૦ ભાવ નક્કી કરાયો છે. જ્યારે ચેન્નાઈમાં સોનાના ભાવ સૌથી વધુ જોવા મળ્યા છે, ત્યાં ૨૪ કેરેટ સોનું પ્રતિ ગ્રામ ₹૧૬,૪૯૪ અને ૨૨ કેરેટ સોનું ₹૧૫,૧૧૯ પર પહોંચ્યું છે

આ સમાચાર પણ વાંચો : Raisina Dialogue 2026: અમેરિકા હવે ભારતને ચીનના ચશ્માથી નહીં જુએ! ટ્રમ્પના નજીકના ક્રિસ્ટોફર લેન્ડાઉનું મોટું નિવેદન; જાણો ટ્રેડ ડીલ પર શું છે નવો પ્લાન

ચાંદીના ભાવમાં નજીવી વધઘટ

સોનાની સરખામણીએ ચાંદીના ભાવમાં બહુ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. આજે ભારતમાં ચાંદીની કિંમત ₹284.90 પ્રતિ ગ્રામ અને ₹2,84,900 પ્રતિ કિલોગ્રામ છે. ગઈકાલની સરખામણીએ પ્રતિ કિલોએ માત્ર ₹100 નો ઘટાડો થયો છે. અમદાવાદ, વડોદરા, મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં ચાંદી ₹2,84,900 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જ્યારે ચેન્નાઈમાં ભાવ ₹2,94,900 પ્રતિ કિલો છે. યુદ્ધ જેવી સ્થિતિમાં સામાન્ય રીતે સોનું મોંઘું થતું હોય છે, પરંતુ ભારતીય બજારમાં જોવા મળી રહેલો આ ઘટાડો ખરીદદારો માટે મોટી રાહત સમાન છે.

Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
Exit mobile version