Site icon News Continuous Bureau | Mumbai

સોનું અને ચાંદી વધુ તુટ્યાં…. આ છે લેટેસ્ટ ભાવ… જાણો અહીં કારણો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 સપ્ટેમ્બર 2020 

સોના ચાંદીના ભાવ સતત ગગડી રહ્યા છે. આજે બજાર ખુલતાંની સાથે જ ભાવોમાં મસમોટું ગાબડું જોવા મળ્યું.. તેમજ સોનાં ચાંદીની તેજીનો ફુગ્ગો ફૂટી રહ્યો છે.  ઇન્ટરનેશનલ માર્કેટમાં સોના-ચાંદીમાં કરેક્શનના પગલે સ્થાનિક બજારોમાં પણ આજે સોનું 10 ગ્રામ દીઠ રૂ.750 ઘટી રૂ. 51,750 અને ચાંદી કીલોદીઠ રૂ.1500ના ઘટાડા સાથે રૂ. 58,500ના મથાળે રહ્યા હતા. સળંગ ત્રણ દિવસના ઘટાડામાં સોનામાં રૂ.1750 જ્યારે ચાંદીમાં રૂ. 7000નો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી ખાતે સોનું રૂ. 614 ઘટી રૂ.50750 અને ચાંદી રૂ.1898ના ઘટાડા સાથે રૂ. 59720ના મથાળે રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઔન્સ ના $ 1879.30 ની આસપાસ બોલાઈ રહયાં છે. 

મુંબઇ બજારમાં નબળા વૈશ્વિક વલણ અને સ્થાનીક માંગ ઘટવાનાં કારણે સર્રાફા બજારમાં સતત ઘટાડાનું વલણ રહ્યું છે. વેપારીઓએ કહ્યું કે, ડોલરમાં મજબુતી વચ્ચે નબળા વૈશ્વિક વલણથી સોનામાં ઘટાડો થયો હતો. ઊંચા ભાવ ઉપરાંત અધિક માસના કારણે ઘરાકીમાં સુસ્તી જોવા મળી રહી છે. સાથે જ સ્ટોકિસ્ટો પણ સેફ હેવન ગણાતાં ઇક્વિટી તરફ વળ્યાં છે.. જેની પણ મોટી અસર ભાવ ઘટાડા પર જોઈ શકાય છે. સાથે જ પેટ્રોલિયમ પદાર્થોના ભાવો વિશ્વ બજારમાં ઘટયાં છે જેની અસર પણ સોના ચાંદીના ભાવ પર જોઈ શકાય છે.

LIC Jeevan Utsav Policy માત્ર ૫ વર્ષ ભરો પ્રીમિયમ અને આજીવન મેળવો નિશ્ચિત આવક LIC ની ‘જીવન ઉત્સવ’ સ્કીમમાં રોકાણકારોને બખ્ખાં!
Jio Platforms IPO Sets New Records શેર ખરીદવા રોકાણકારોની રીતસરની પડાપડી! રિલાયન્સ જિયોના IPO માં બિડ્સનો પૂર આવ્યો લિસ્ટિંગ પર કેટલો થશે મોટો નફો?
Ambani Family Business Empire Division મુકેશ અંબાણીથી નીતા અંબાણી સુધી… કોના હાથમાં છે કયો કારોબાર, કેવી રીતે કામ કરે છે પરિવાર?
Delhi Traders Letter To Rahul Gandhi ચાંદની ચોકથી સદર બજાર સુધી વેપાર પડી ભાંગ્યો! રાહુલ ગાંધીને લખેલા પત્રથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો જાણો મુખ્ય માંગણીઓ
Exit mobile version