Site icon

સોનું અને ચાંદી વધુ તુટ્યાં…. આ છે લેટેસ્ટ ભાવ… જાણો અહીં કારણો.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 ઓગસ્ટ 2020 

સોના ચાંદીના ભાવ સતત ગગડી રહ્યા છે. આજે બજાર ખુલતાંની સાથે જ ભાવોમાં મસમોટું ગાબડું જોવા મળ્યું.. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 52000 રૂપિયાની આસપાસ તો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 51000 હજારની આસપાસ જોવા મળ્યું. આમ કહી શકાય કે જેમ જેમ કોરોનાની રસી શોધાવા ના દિવસો નજીક આવી રહયાં છે. તેમ તેમ સોનાં ચાંદીની તેજીનો ફુગ્ગો ફૂટી રહ્યો છે. 

મુંબઇ બજારમાં નબળા વૈશ્વિક વલણ અને સ્થાનીક માંગ ઘટવાનાં કારણે સર્રાફા બજારમાં સતત ચોથા દિવસે ઘટાડાનું વલણ રહ્યું. એમસીએક્સ પર સોનાનો વાયદો 0.14 ટકા અથવા રૂ. 74 ઘટીને 10 ગ્રામ દીઠ 52,180 રૂપિયા પર હતો. ચાંદીનો વાયદો 0.44 ટકા અથવા 293 રૂપિયા વધીને 67,046 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઔન્સ ના $1200 ની આસપાસ બોલાઈ રહયાં છે…

વેપારીઓએ કહ્યું કે, ડોલરમાં મજબુતીના વલણ વચ્ચે નબળા વૈશ્વિક વલણથી સોનામાં ઘટાડો થયો હતો. સાથે રશિયાએ કોરોનાની રસી શોધી હોવાનો દાવો કરતાં બજારમાં લોકો થોડી રાહત અનુભવી રહયાં છે. સાથે જ પેટ્રોલિયમ પદાર્થોના ભાવો વિશ્વ બજારમાં ખૂબ ઘટી ગયા છે. 

સોનાના ભાવ ઘટવા માટેનું સૌથી મોટું કારણ છે કે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરમાં અત્યારે શાંતિ મંત્રણા કેન્દ્ર સ્થાને છે.  બજારમાં સોનાના ભાવને ટેકો આપે, ઘટેલા ભાવે થોડી ખરીદી નીકળે એ માટે હળવા વ્યાજ દરની નીતિ બેન્કો દ્વારા અપનાવાય રહી છે. વર્તમાન ભાવમાં નીચા વ્યાજ દરની ટ્રેડર્સે પોઝીશન ઉભી કરી લીધી છે એટલે એ ઘટનાની અત્યારે કોઈ અસર જોવા મળી રહી નથી…બીજી બાજુ ઓગસ્ટ મહિનામાં વાર તહેવારોની ભરમાર હોય છે. પરંતુ, આ વર્ષે રક્ષાબંધન ની આસપાસ સોનુ મહત્તમ ઉંચાઇએ  હોવાથી પણ લોકોએ સોનું ખરીદવા થી દૂર રહ્યા હતા..જેની પણ મોટી અસર ભાવ ઘટાડા પર જોઈ શકાય છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version