Site icon

Gold Rate: સોનાના ભાવમાં રેકોર્ડ ઘટાડો, તમારે હાલ ખરીદવું જોઈએ કે નહીં..જાણો 10 ગ્રામ સોનાની આજની કિંમત…

Gold Rate: ઈરાન ઈઝરાયેલ યુદ્ધમાં સ્થિરતા આવ્યા બાદ 16 એપ્રિલે એમસીએક્સ પર સોનું રૂ. 74 હજારની નજીક પહોંચી ગયું હતું, જે તેનું ઓલ ટાઈમ હાઈ લેવલ હતું. સોનાના ભાવમાં વિક્રમી વધારો થયા બાદ ઘટાડાનો સિલસિલો જારી રહ્યો છે.

Gold Rate Record drop in gold prices, should you buy now or not..Know 10 gram gold price today...

Gold Rate Record drop in gold prices, should you buy now or not..Know 10 gram gold price today...

News Continuous Bureau | Mumbai

Gold Rate: સોનામાં સતત ઘટાડો ચાલુ છે. ઈઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ ( Israel Iran war ) સ્થિર થતા તેમજ યુએસ ફેડ દરમાં ઘટાડો થવાના કારણે સોનાના ભાવમાં ( Gold Prices ) સતત બીજા સપ્તાહમાં ઘટાડો થયો હતો. MCX પર સોનું 70 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સમાપ્ત થયું હતું. જે અગાઉના શુક્રવારના ₹ 71,486 પ્રતિ 10 ગ્રામના બંધની સામે ₹ 809 પ્રતિ 10 ગ્રામની સાપ્તાહિક ઘટાડો નોંધાવે છે અને તેની કિંમત દરરોજ ઘટી રહી છે. જોકે, 16 એપ્રિલે એમસીએક્સ પર સોનું રૂ. 74 હજારની નજીક પહોંચી ગયું હતું, જે તેનું ઓલ ટાઈમ હાઈ લેવલ હતું. સોનાના ભાવમાં વિક્રમી વધારો થયા બાદ ઘટાડાનો સિલસિલો જારી રહ્યો છે. આવી સ્થિતિમાં, શું રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે, ચાલો જાણીએ. 

Join Our WhatsApp Community

ભારતમાં સોનાની કિંમત, સોના ચાંદીની કિંમત. આજે 4 મે 2024 ના રોજ, સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. શનિવારે દેશના મોટાભાગના શહેરોમાં 24 અને 22 કેરેટ સોનાના ભાવમાં 700 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ 71,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સોનાની કિંમત તેના 75,000 રૂપિયાના સ્તરથી ઘણી નીચે આવી ગઈ છે. હવે મોટાભાગના સોનું ખરીદનારાઓના ( Gold Buyers ) મનમાં સવાલ એ છે કે શું ( Gold ) સોનું 68000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવશે.

Gold Rate: બજારના નિષ્ણાતોના મતે સોનામાં તેજીનું વલણ ચાલુ રહેવાની ધારણા છે…

ભારતમાં સોનાની કિંમત, 22 કેરેટ સોનાની કિંમત 65,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ રૂપિયા 71,720 છે.

આ સમાચાર પણ વાંચો : Bajaj Pulsar NS400Z: બજાજ પલ્સર NS400Z ભારતમાં રૂ. 1.85 લાખમાં લૉન્ચ થયું, પાવર અને ફીચર્સની દૃષ્ટિએ અદ્ભુત.. જાણો શું રહેશે વિશેષતા..

બજારના નિષ્ણાતોના મતે સોનામાં તેજીનું વલણ ચાલુ રહેવાની ધારણા છે. કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીથી સોનાને ટેકો મળી રહ્યો છે. ખાસ કરીને એશિયાની મધ્યસ્થ બેન્કો અને ઊભરતાં બજારો સોનાની ખરીદી કરી રહ્યા છે. ઘણી મોટી બ્રોકરેજ કંપનીઓ પણ સોનામાં તેજીની ચાલ ચાલુ રહેવાની અપેક્ષા રાખી રહી છે. બ્રોકરેજ ફર્મનું ( brokerage firm ) માનવું છે કે ડોલરમાં નબળાઈ અને યીલ્ડમાં ઘટાડો સોનાને ટેકો આપશે. વધતા આર્થિક અને ભૌગોલિક રાજકીય જોખમોને કારણે હેજિંગની માંગ પણ વધી રહી છે.

નિષ્ણાતોના મતે સોનાના ભાવ હવે સ્થિર દેખાઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ હાલ ઈરાન ઈઝરાયલ સંઘર્ષમાં સ્થિરતા અને યુએફ ફેડ રેટના દરમાં ઘટાડાના કારણે છે. તેમજ ગોલ્ડના રોકાણકારોએ લાંબા સમય સુધી નફા માટે રાહ જોવી જોઈએ; સોનાના ભાવ વર્તમાન સ્તરથી વધુ સુધરે તેવી હાલ શક્યતા વઘુ છે, અને $2250 થી $2265 લાંબા પ્રવેશ માટે એક સારું સ્તર છે જેમાં જોખમ નફો વધુ રહેવાની શક્યતા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version