Site icon

સોનાના ભાવોમાં એકાએક ભડકો; 10 ગ્રામનો ભાવ જાણશો તો ચોંકી જશો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

27 જુલાઈ 2020

સોનાએ આજે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે.. ફ્યુચર્સ માર્કેટમાં સોનું 10 ગ્રામ દીઠ 51,833 રૂપિયાની વિક્રમી સપાટીને સ્પર્શ્યું છે.

 આ જ રીતે ચાંદી પણ 64,896 રૂપિયા પ્રતિ કિલોની વિક્રમી સપાટીને સ્પર્શી ગઈ છે. 

સામાન્ય બજારમાં સોનાના ભાવ રૂપિયા 51,000 થી થોડાજ નીચે છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં સોનું સોમવારે 785 રૂપિયા વધીને રૂ. 51,820 પર પહોંચી ગયું છે. તે જ સમયે, 24 કૅરેટ (10 ગ્રામ) ના રૂ. 51,833 પર ટ્રેડ કરી રહ્યો હતો.

સોમવારે     22 કેરેટ સોનું:      24 કૅરેટ

દિલ્હી            50,920            52000

ચેન્નાઇ            49780             53800

મુંબઇ            50920             51650

કોલકોતા       51050             52450

ચીન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તનાવથી આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદીને  મજબુતી મળી છે. જેમ જેમ કોરોના સંકટ વધ્યું છે, રોકાણકારો આ ઓછા જોખમવાળી કિંમતી ધાતુઓમાં રોકાણ કરવા આકર્ષાયા હતા. કોમેક્સ પર સોનું 0.4 ટકા વધીને 1,904 ડૉલર થયું છે. ભારતમાં પણ કોરોના વાયરસ, ભારત-ચીન વિવાદ અને અમેરિકામાં ફેડ દ્વારા જાહેર નબળા આંકડા બાદથી સોનું રોકાણકારોની પ્રથમ પસંદગી બની ગયું છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Exit mobile version