Site icon News Continuous Bureau | Mumbai

Gold and silver prices: સોના-ચાંદીમાં સસ્તું થયું રોકાણ! ચાંદીમાં જંગી ઘટાડો, સોનું પણ સસ્તું; જુઓ આજના માર્કેટ રેટ

એમસીએક્સ (MCX) પર ચાંદીનો ભાવ ઘટીને ₹2.60 લાખની આસપાસ પહોંચ્યો, સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો; રોકાણકારોમાં મિશ્ર પ્રતિસાદ.

Gold and silver prices સોના-ચાંદીમાં સસ્તું થયું રોકાણ! ચાંદીમાં જંગી ઘટાડો

Gold and silver prices સોના-ચાંદીમાં સસ્તું થયું રોકાણ! ચાંદીમાં જંગી ઘટાડો

News Continuous Bureau | Mumbai
Gold and silver prices સોના અને ચાંદીના ભાવ માં ઉતાર-ચઢાવનો સિલસિલો યથાવત છે. વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં રોકેટ ગતિએ વધ્યા બાદ હવે આ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે એટલે કે ગુરુવારે ચાંદી અને સોનું બંને સસ્તા થયા છે. ખાસ કરીને ચાંદીમાં આવેલી અચાનક પીછેહઠથી ખરીદદારોને મોટી રાહત મળી છે.

ચાંદીના ભાવમાં ₹2,500 થી વધુનો ઘટાડો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગુરુવારે ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. ૫ માર્ચની એક્સપાયરી વાળી ચાંદી જે ગઈકાલે ₹2,63,018 પર બંધ થઈ હતી, તે આજે ખુલતાની સાથે જ ઘટીને ₹2,60,453 પર પહોંચી ગઈ હતી. એટલે કે એક જ ઝાટકે પ્રતિ કિલો ચાંદીના ભાવમાં ₹2,565 નો ઘટાડો નોંધાયો છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં ચાંદી ₹2 લાખ સુધી પણ નીચે જઈ શકે છે.

Join Our WhatsApp Channel

ઓલ-ટાઇમ હાઈ લેવલથી ચાંદી ₹1.59 લાખ સસ્તી

નોંધનીય છે કે આ વર્ષે ૨૯ જાન્યુઆરીએ ચાંદીએ ₹4,20,048 પ્રતિ કિલોનો ઐતિહાસિક હાઈ લેવલ સ્પર્શ કર્યો હતો. જો આજના ભાવ સાથે તેની સરખામણી કરવામાં આવે તો ચાંદી તેના સર્વોચ્ચ સ્તરથી ₹1,59,595 જેટલી સસ્તી મળી રહી છે. જાન્યુઆરીમાં આવેલી તેજી બાદ હવે સતત કિંમતોમાં કરેક્શન જોવા મળી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Byculla lift accident: મુંબઈના ભાયખલામાં મોટી દુર્ઘટના ૧૮ માળની બિલ્ડિંગમાં કેબલ તૂટતા લિફ્ટ ચોથા માળેથી પટકાઈ, ૫ લોકો ઈજાગ્રસ્ત

સોનું પણ ₹1000 થી વધુ ઘટ્યું

ચાંદીની સાથે સોનાના ભાવ (Gold Rate) માં પણ કડાકો જોવા મળ્યો છે. ૨ એપ્રિલની એક્સપાયરી વાળું ૨૪ કેરેટ સોનું જે બુધવારે ₹1,58,755 પર બંધ થયું હતું, તે આજે ખુલતાની સાથે જ ઘટીને ₹1,57,701 પ્રતિ ૧૦ ગ્રામ પર આવી ગયું છે. આમ, સોનામાં પ્રતિ ૧૦ ગ્રામ ₹1,054 નો ઘટાડો થયો છે. સોનું પણ તેના હાઈ લેવલ ₹1,93,096 થી અત્યારે ₹35,395 જેટલું સસ્તું મળી રહ્યું છે.

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version