Site icon News Continuous Bureau | Mumbai

Gold & Silver Prices Crash Today: સોનું-ચાંદી સસ્તું થયું! કિંમતોમાં મોટો કડાકો બોલાતા ગ્રાહકોમાં ખુશી; જાણો તમારા શહેરમાં ૧૦ ગ્રામ સોનાનો તાજો ભાવ.

Gold & Silver Prices Crash Today: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર કિંમતોમાં ૫% સુધીનો ઘટાડો, અમદાવાદ અને મુંબઈમાં સોનાના ભાવમાં મોટી રાહત.

Gold & Silver Prices Crash Today Gold Drops by ₹6,700, Silver Plummets by ₹12,700; Check Latest Rates in Your City

Gold & Silver Prices Crash Today Gold Drops by ₹6,700, Silver Plummets by ₹12,700; Check Latest Rates in Your City

News Continuous Bureau | Mumbai

સોમવાર, ૨૩ માર્ચ ૨૦૨૬ના રોજ ઘરેલું ફ્યુચર માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો વાયદો આશરે ૬,૭૦૬ રૂપિયાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે ચાંદીમાં પણ ૧૨,૭૦૦ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક પરિસ્થિતિઓ અને બજારના સેન્ટિમેન્ટમાં ફેરફારને કારણે કિંમતોમાં આ મોટો કડાકો બોલાયો છે.

Join Our WhatsApp Channel

MCX પર સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ

આજે સવારે આશરે ૯:૪૫ વાગ્યે, ૨ એપ્રિલ ૨૦૨૬ની એક્સપાયરી વાળો ગોલ્ડ ફ્યુચર ૪.૬૪ ટકાના ઘટાડા સાથે ૧,૩૭,૭૮૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, ૫ મે ૨૦૨૬ની એક્સપાયરી વાળી ચાંદી ૫.૬૦ ટકા અથવા લગભગ ૧૨,૭૦૦ રૂપિયાના ઘટાડા સાથે ૨,૧૪,૦૭૮ રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી હતી. ચાંદીમાં આજના દિવસનો હાઈ લેવલ ૨,૧૭,૭૦૨ રૂપિયા રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Strait of Hormuz Transit Toll: હોર્મુઝ પર ઈરાનની દાદાગીરી? જહાજો પાસેથી કરોડોનો ટેક્સ વસૂલવાની જાહેરાત; શું યુદ્ધની જ્વાળા વધુ ભડકશે? 

અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં સોનાના ભાવ

ગુડ રિટર્ન્સ મુજબ વિવિધ શહેરોમાં ૧૦ ગ્રામ સોનાના અંદાજિત ભાવ નીચે મુજબ છે:
અમદાવાદ: ૨૪ કેરેટ – ૧,૪૬,૦૧૦ રૂપિયા | ૨૨ કેરેટ – ૧,૩૩,૮૪૦ રૂપિયા
મુંબઈ: ૨૪ કેરેટ – ૧,૪૫,૯૬૦ રૂપિયા | ૨૨ કેરેટ – ૧,૩૩,૭૯૦ રૂપિયા
દિલ્હી: ૨૪ કેરેટ – ૧,૪૬,૧૧૦ રૂપિયા | ૨૨ કેરેટ – ૧,૩૩,૯૪૦ રૂપિયા
ચેન્નાઈ: ૨૪ કેરેટ – ૧,૪૮,૫૭૦ રૂપિયા | ૨૨ કેરેટ – ૧,૩૬,૧૯૦ રૂપિયા

ચાંદીના છૂટક ભાવમાં પણ ઘટાડો

સોનાની સાથે ચાંદીના છૂટક ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં આજે ૧૦ ગ્રામ ચાંદી ૨,૪૪૯ રૂપિયાના દરે વેચાઈ રહી છે, જ્યારે ૧૦૦ ગ્રામ માટે ગ્રાહકોએ ૨૪,૪૯૦ રૂપિયા ખર્ચવા પડશે. ચેન્નાઈમાં ૧૦ ગ્રામ ચાંદીની કિંમત ૨,૪૫૦ રૂપિયા ચાલી રહી છે. લગ્નસરાની સીઝન વચ્ચે આ ઘટાડો ખરીદદારો માટે મોટી રાહત સમાન માનવામાં આવી રહ્યો છે.

 

Sharad Pawar Praful Patel Meeting ’10 નવેમ્બર પછી બેસીને વાત કરીશું’ શરદ પવાર અને પ્રફુલ પટેલના વાયરલ વિડિયોથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ
Gold and Silver Rates ધનતેરસ પર સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો દિલ્હીથી લઈને પટના સુધી શું છે લેટેસ્ટ રેટ
US Stock Market Crash અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, એક જ ઝાટકે ૨.૫ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ
Iran US Nuclear Proposal શરતો નહીં માનો તો હોર્મુઝ નહીં ખુલે! ઇરાને અમેરિકાને મોકલ્યો નવો પરમાણુ પ્રસ્તાવ
Exit mobile version