News Continuous Bureau | Mumbai
આજે (બુધવારે) સતત બીજા દિવસે સોના-ચાંદી(gold silver)ની કિંમતો(rate)માં ઘટાડો જોવા મળ્યો છે. બંને કિંમતી ધાતુ મલ્ટીકમોડિટી એક્સચેન્જ(Multicommodity Exchange) પર લાલ નિશાનમાં ટ્રેડ કરી રહી છે. સોનાના ભાવ(gold rate) આજે પણ 52 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની નીચે જ છે.
એમસીએક્સ(MCX) પર સોનું આજે 1,747 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. જોકે કાલના લેવલ કરતા તેમાં તેજી જોવા મળી રહી છે, પરંતુ આજે લાલ નિશાનમાં જ ટ્રેડ કરી રહ્યું છે. અમેરિકી બજાર(US Market)માં મંગળવારે સોનાનો હાજર ભાવ 1,736.55 ડોલર પ્રતિ ઔંસ રહ્યો જે તેના છેલ્લા બંધ ભાવથી 0.09 ટકા વધારે છે.
આ સમાચાર પણ વાંચો : સરકાર સસ્તામાં સોનું વેચી રહી છે – જાણો ભારત સરકારની નવી યોજના અને સોનાના ભાવ
મંગળવારે સરાફા બજારમાં(bullion market) સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં(national capital) 10 ગ્રામ સોનાની કિંમત 157 રૂપિયા વધીને 51,707 પર પહોંચી ગઈ છે. તો ચાંદીના ભાવ (Silver price) આજે રૂ. 364 વધી રૂ. 55,662 પ્રતિ કિલો થયા છે. વિશ્લેષકોનું માનવું છે કે ડોલરના ભાવમાં નરમી આવવાથી સોનાના ભાવમાં ઘટાડો અટકી ગયો છે.