Site icon

Gold rate today: તહેવારોની સિઝન પહેલા સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો શું છે નવો ભાવ.. વાંચો વિગતે અહીં..

Gold rate today: ભારતમાં રવિવારથી તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં, લોકો આ સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની ઘણી ખરીદી કરે છે. પરંતુ સોનું 58,000ની સપાટી વટાવી ગયું હતું.. હાલ તેની કિંમતમાં વધુ વધારો નોંધવામાં આવ્યો છે…

Gold rate today Gold, silver prices rise again before festive season, know what is the new price….

Gold rate today Gold, silver prices rise again before festive season, know what is the new price….

News Continuous Bureau | Mumbai 

Gold rate today: ભારતમાં રવિવારથી તહેવારોની સિઝન (Festive Season 2023) શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં, લોકો આ સમયગાળા દરમિયાન સોના ( Gold ) અને ચાંદીની ( Silver ) ખરીદી કરે છે. જો તમે પણ આવું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે તમારા માટે ચોંકાવનારા સમાચાર છે. ગુરૂવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ( Multi Commodity Exchange ) પર સોનું 58,000ની સપાટી વટાવી ગયું હતું. પ્રારંભિક તબક્કામાં સોનું રૂ. 58,045 પર ખુલ્યું હતું. આ પછી, તેની કિંમતમાં વધુ વધારો નોંધવામાં આવ્યો છે અને 11 વાગ્યા સુધી તે ગઈકાલની સરખામણીમાં 154 રૂપિયા અથવા 0.27 ટકાના વધારા સાથે 58,094 રૂપિયાના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. બુધવારે વાયદા બજારમાં સોનું 57,940ના સ્તરે બંધ થયું હતું.

Join Our WhatsApp Community

સોના (Gold) સિવાય ચાંદી (Silver) ના ભાવની વાત કરીએ તો તેમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદી રૂ.69,734 પ્રતિ કિલોના સ્તરે ખુલી હતી. આ પછી, તેની કિંમતમાં વધુ વધારો જોવા મળ્યો છે અને તે ગઈકાલની તુલનામાં રૂ. 409 એટલે કે 0.59 ટકા મોંઘી થઈ છે અને રૂ. 69,835 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ગઈ કાલે ચાંદી રૂ.69,325 પર બંધ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં (Gold price ) વધારો..

જાણો આ 10 મોટા શહેરોમાં સોના-ચાંદીના નવા ભાવ-

મુંબઈમાં 24 કેરેટ સોનું રૂ. 58,910, ચાંદી રૂ. 72,600 પ્રતિ કિલો
ચેન્નાઈમાં 24 કેરેટ સોનું રૂ. 59,070, ચાંદી રૂ. 75,500 પ્રતિ કિલો
કોલકાતામાં 24 કેરેટ સોનું રૂ. 58,910, ચાંદી રૂ. 72,600 પ્રતિ કિલો
દિલ્હીમાં 24 કેરેટ સોનું રૂ. 59,060, ચાંદી રૂ. 72,600 પ્રતિ કિલો
નોઈડામાં 24 કેરેટ સોનું રૂ. 59,060, ચાંદી રૂ. 7,600 પ્રતિ કિલો
ગાઝિયાબાદમાં 24 કેરેટ સોનું રૂ. 59,060, ચાંદી રૂ. 72,600 પ્રતિ કિલો
જયપુરમાં 24 કેરેટ સોનું રૂ. 59,060, ચાંદી રૂ. 70,600 પ્રતિ કિલો
લખનૌમાં 24 કેરેટ સોનું રૂ. 59,060, ચાંદી રૂ. 72,600 પ્રતિ કિલો
પટનામાં 24 કેરેટ સોનું રૂ. 58,960, ચાંદી રૂ. 72,600 પ્રતિ કિલો
ગુરુગ્રામમાં 24 કેરેટ સોનું રૂ. 59,060, ચાંદી રૂ. 72,600 પ્રતિ કિલો
પૂણેમાં 24 કેરેટ સોનું રૂ. 58,910, ચાંદી રૂ. 72,600 પ્રતિ કિલો
ગોવામાં , 24 કેરેટ સોનું રૂ. 58,910, ચાંદી રૂ. 71,000 પ્રતિ કિલો

આ સમાચાર પણ વાંચો : Israel Palestine War: અમેરિકાની ઈરાનને ચેતવણી, હમાસના હુમલાને ગણાવ્યો અત્યંત ક્રૂર..જાણો સંપુર્ણ મુદ્દો વિગતે..વાંચો અહીં…

ઈઝરાયેલ-હમાસ સંઘર્ષની શરૂઆતથી જ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. આજની વાત કરીએ તો ગઈકાલની સરખામણીમાં સોનું 0.24 ટકાના વધારા સાથે $1,878.50 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. ચાંદીની વાત કરીએ તો તેની કિંમત પણ આજે 0.72 ટકાનો ઉછાળો નોંધાવી રહી છે અને તે 22.29 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે. નોંધનીય છે કે ઘણા નિષ્ણાતોનું માનવું છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. રોકાણકારો સોનાને સલામત રોકાણ વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે જે સોનાના ભાવને અસર કરી શકે છે.

Gold price: દિવાળી પહેલા જ સવા લાખને પાર પહોંચ્યું સોનું,ચાંદી ના ભાવ માં પણ આગ ઝરતી તેજી, હવે આગળ શું?
Gold-Silver Rate:મહિનાના આખરી દિવસે પણ સોના-ચાંદી માં જોવા મળી તેજી, ખરીદતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
RBI Gold Shopping :RBI ની સોનાની ધૂમ ખરીદી: ૧ અઠવાડિયામાં અધધ આટલા ક્વિન્ટલ સોનું ખરીદ્યું; ડોલર પણ પાછળ રહ્યો
Gold Return : શેરબજાર અને બિટકોઈન નહીં.. સોનું જ ખરું રિટર્ન આપે છે. છેલ્લે ૬ વર્ષમાં આટલા ટકા રિટર્ન મળ્યું છે…
Exit mobile version