Site icon News Continuous Bureau | Mumbai

Gold Silver Price Crash June સોનું ખરીદવાની સુવર્ણ તક! રેકોર્ડ બ્રેક ઘટાડા બાદ સોનાચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો, ખરીદતા પહેલા ચેક કરો લેટેસ્ટ રેટ

News Continuous Bureau | Mumbai

Gold Silver Price Crash June વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલરની સતત વધી રહેલી મજબૂતી અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની આશંકા વચ્ચે રોકાણકારો સોનાચાંદીમાંથી સતત પોતાના નાણાં પાછા ખેંચી રહ્યા છે. આ જબરદસ્ત વેચવાલીના કારણે ચાલુ જૂન ત્રિમાસિક ગાળામાં સોનાના ભાવમાં પાછલા ૧૦ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી ૨૦૨૬ માં રેકોર્ડ સ્તરે પહોંચેલું સોનું અત્યારે વૈશ્વિક અને સ્થાનિક બજારમાં પોતાના ઓલટાઇમ હાઈ સ્તરથી આશરે ૨૫ ટકાથી વધુ તૂટીને ટ્રેડ થઈ રહ્યું છે, જેને કારણે સેફ હેવન (સુરક્ષિત રોકાણ) ગણાતા ગોલ્ડ પ્રત્યે રોકાણકારોનો મોહ ભંગ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

Gold Silver Price Crash June – નાણાકીય વર્ષ ૨૦૨૭ ના પ્રથમ ક્વાર્ટરમાં સોનું ૧૨ ટકા અને ચાંદી ૧૭ ટકાથી વધુ તૂટી

નાણાકીય વર્ષ ૨૦૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલથી જૂન ૨૦૨૬) આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ૧૨ ટકાનો મોટો ઘટાડો થયો છે, જે ડિસેમ્બર ૨૦૧૬ પછીનો સૌથી મોટો ક્વાર્ટરલી ઘટાડો છે. શુક્રવારે આંતરરાષ્ટ્રીય કોમેક્સ (Comex) માર્કેટમાં સોનું વધુ ૧૭ ડોલર તૂટીને ૪,૦૩0 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે. ચાંદી માટે આ જૂન ૨૦૨૨ પછીનો સૌથી મોટો ક્રેસ છે. જાન્યુઆરીના મહિનામાં એક સમયે ચાંદી વધીને ૧૧૭ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી, જે હવે પોતાના હાઈ લેવલથી આશરે ૫૦ ટકા જેટલી ગગડી ચૂકી છે. વૈશ્વિક ઘટાડાની સીધી અસર ભારતીય બજાર પર પડી છે, જ્યાં જાન્યુઆરીમાં ૧.૯૦ લાખની સપાટી વટાવનારું સોનું અત્યારે ઘરેલું બજારમાં ૧.૪૦ લાખ પ્રતિ ૧૦ ગ્રામની આસપાસ કારોબાર કરી રહ્યું છે.

Gold Silver Price Crash June – સોના-ચાંદીની ચમક ઓછી થવા પાછળના આ બે મુખ્ય વૈશ્વિક કારણો

વૈશ્વિક કોમોડિટી એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, કિંમતી ધાતુઓની ચમક ખોવા પાછળ બે સૌથી મોટા આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે:
ઈરાન યુદ્ધનો ઘટતો ડર: ઈરાન સંકટ અને યુદ્ધને લઈને સમગ્ર વિશ્વના બજારોમાં જે અફડાતફડી અને ભયનો માહોલ બનેલો હતો, તે હવે ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે. સ્થિરતા આવતાં જ રોકાણકારો સોનામાંથી નફો બુક કરીને નાણાં બહાર કાઢી રહ્યા છે.
યુએસ ફેડ રિઝર્વનું કડક વલણ: અમેરિકી ફેડરલ રિઝર્વે પોતાની છેલ્લી નીતિગત બેઠકમાં સ્પષ્ટ ઈશારો આપ્યો છે કે ફુગાવાને ડામવા માટે આગામી સમયમાં વ્યાજદરોમાં (Interest Rates) ફરી વધારો કરવામાં આવી શકે છે. વૈશ્વિક વેપારીઓને આશા છે કે ફેડ રિઝર્વ સપ્ટેમ્બર ૨૦૨૬ ની શરૂઆતમાં જ વ્યાજદર વધારશે, જેના કારણે બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સ મજબૂત થતાં સોના પર દબાણ વધ્યું છે.

Gold Silver Price Crash June – IBJA દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ ભાવો અને બુલિયન માર્કેટની આખરી સ્થિતિ

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા ગુરુવારે સાંજે જાહેર કરવામાં આવેલા સત્તાવાર દરો અનુસાર, ભારતીય બજારમાં ૨૪ કેરેટ શુદ્ધ સોનાનો ભાવ ૧,૩૯,૩૧૩ પ્રતિ ૧૦ ગ્રામ, ૨૨ કેરેટ સોનાનો ભાવ ૧,૨૮,૧૨૪ પ્રતિ ૧૦ ગ્રામ અને ૧૮ કેરેટ સોનાનો ભાવ ૧,૦૪,૯૦૫ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયો છે. આ સાથે જ એક કિલો ચાંદીનો ભાવ ગગડીને ૨,૧૬,૫૪૧ પ્રતિ કિલો થઈ ગયો છે. જોકે, દિવસભરની ભારે વેચવાલી છતાં, ગુરુવારે સાંજના સમયે બુલિયન માર્કેટના બંધ સત્ર દરમિયાન કિંમતોમાં સામાન્ય રિકવરી (તેજી) જોવા મળી હતી, જેમાં ૨૪ કેરેટ સોનું બંધ થતી વખતે ૧,૪૩,૩૩૦ અને ૨૨ કેરેટ સોનું ૧,૩૧,૩૮૬ પ્રતિ ૧૦ ગ્રામ પર રહ્યું હતું, જ્યારે ચાંદી સામાન્ય સુધારા સાથે ૨,૨૧,૭૩૦ પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

👉 આ સમાચાર વાચો:
Ram Mandir Donation Theft SIT Arrest રામ મંદિરના ચઢાવાની ચોરી કરનારા પાપીઓ ગણતરીના દિવસોમાં જેલ ભેગા! SIT એ તમામ ૮ નામજોગ આરોપીઓને દબોચ્યા

Gold Silver Price Update Today સોનાચાંદીના ભાવમાં ભયંકર ઘટાડો! વૈશ્વિક બજારમાં મંદી આવતા ખરીદદારો માટે ખરીદીની સુવર્ણ તક, ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Rate Today 23 June સોનાના ભાવમાં ફરી ઉલટફેર ખરીદી કરતાં પહેલાં જાણી લો ૨૪ અને ૨૨ કેરેટના લેટેસ્ટ રેટ્સ, ચાંદીના ભાવ તૂટ્યા
Gold Silver Price Today Updates સોનું ખરીદનારાઓ માટે સારા સમાચાર, કિંમતોમાં થયો ઘટાડો; જાણો આજના સોના અને ચાંદીના બજાર ભાવ
Gold and Silver Price સોનાચાંદીના ભાવમાં મોટો ઘટાડો આજે ૨૪ કેરેટ સોનું ₹૧,૪૬,૦૦૦ ની નીચે, જાણો તમારા શહેરના ભાવ
Exit mobile version