Site icon

Gold Silver Rate : સોનાનો ચળકાટ વધ્યો, પિતૃપક્ષ હોવા છતાં ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો; જાણો લેટેસ્ટ રેટ

Gold Silver Rate : જો તમે આ દિવસોમાં સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા કિંમત જાણી લો. આજે એટલે કે 23 સપ્ટેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સોનાના ભાવમાં વધારો અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો બાદ સોનાનો ભાવ 76000 અને ચાંદીનો ભાવ 88,400ને પાર પહોંચી ગયો છે.

Gold Silver Rate Yellow metal rises and silver price falls amid positive global cues

Gold Silver Rate Yellow metal rises and silver price falls amid positive global cues

 News Continuous Bureau | Mumbai

 Gold Silver Rate : સોનું આજે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 440 રૂપિયા વધીને 74,533 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 74,093 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.

Join Our WhatsApp Community

ચાંદીમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. તે રૂ. 508 ઘટીને રૂ. 88,409 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. અગાઉ ચાંદી 88,917 રૂપિયા હતી. આ વર્ષે 29 મેના રોજ ચાંદી તેની ઓલ-ટાઇમ હાઈ રૂ. 94,280 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.

 Gold Silver Rate : 4 મેટ્રો અને ભોપાલમાં સોનાનો ભાવ

Gold Silver Rate : વર્ષના અંત સુધીમાં 78 હજાર રૂપિયા સુધી જઈ શકે છે ભાવ 

નિષ્ણાતોના મતે ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડો અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની અસર સોનાની કિંમત પર જોવા મળી રહી છે. વર્ષના અંત સુધીમાં સોનું 78 હજાર રૂપિયા સુધી જઈ શકે છે, આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. આ વર્ષે સોનું 78 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી પણ 1 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. 

આ સમાચાર પણ વાંચો :  Andhericha Raja Visarjan : મોટી દુર્ઘટના ટળી, અંધેરીચા રાજા ગણપતિના વિસર્જન દરમિયાન બોટ પલટી; જુઓ વીડિયો

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

RBI Gold Shopping :RBI ની સોનાની ધૂમ ખરીદી: ૧ અઠવાડિયામાં અધધ આટલા ક્વિન્ટલ સોનું ખરીદ્યું; ડોલર પણ પાછળ રહ્યો
Gold Return : શેરબજાર અને બિટકોઈન નહીં.. સોનું જ ખરું રિટર્ન આપે છે. છેલ્લે ૬ વર્ષમાં આટલા ટકા રિટર્ન મળ્યું છે…
Gold Rate Today :સોના કિતના સોના હૈ… ભાવ ઓલ ટાઈમ હાઈ…..
 BIS New Rule:સોનાની શુદ્ધતાની ગેરંટી, હવે આટલા કેરેટ સોના પર પણ હોલમાર્કિંગ અનિવાર્ય, ખરીદી બનશે વધુ પારદર્શક
Exit mobile version