Site icon

Postal Life Insurance: ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના ડાયરેક્ટ એજન્ટ બનવા માટેની સોનેરી તક (વોક ઇન ઈન્ટરવ્યું).

Postal Life Insurance: પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ, સીટી ડીવીઝન, આશ્રમ રોડ, અમદાવાદ-09 દ્વારા પોસ્ટલ (ટપાલ) જીવન વીમા એજન્ટની નિયુક્તિ માટે “વોક ઈન ઈન્ટરવ્યું"નું આયોજન કરવામાં આવ્યું છે.

Golden opportunity to become Direct Agent of Postal Life Insurance Rural Postal Life Insurance (Walk in Interview)

Golden opportunity to become Direct Agent of Postal Life Insurance Rural Postal Life Insurance (Walk in Interview)

News Continuous Bureau | Mumbai

Postal Life Insurance: પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ, સીટી ડીવીઝન, આશ્રમ રોડ, અમદાવાદ-09 દ્વારા પોસ્ટલ (ટપાલ) જીવન વીમા એજન્ટની ( Postal Life Insurance Agent )  નિયુક્તિ માટે “વોક ઈન ઈન્ટરવ્યું” ( Walk in interview ) નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નીચેની શરતો પરિપૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ઈન્ટરવ્યુંમાં હાજર રહી શકે છે. આ ઈન્ટરવ્યું પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદની ( Superintendent Post office of Ahmedabad )  કચેરી, સીટી ડીવીઝન, આકાશવાણીની બાજુમાં, આશ્રમ રોડ, અમદાવાદ-9 ખાતે તારીખ 03/11/2023 (શુક્રવાર) ના રોજ સવારે 11.00 કલાક થી રાખવામાં આવેલ છે.

Join Our WhatsApp Community

આથી નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ ( Candidates ) અરજી, BIO-DATA સાથે પાસપોર્ટ સાઈઝ ફોટો, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતનો દાખલો, વીમા ક્ષેત્રે અનુભવનો પુરાવા (જો હોય તો) અસલની સાથે ખરાઈ કરેલી નકલ લાવવાની રહેશે.

યોગ્યતાની શરતો:

લાયકાત : 10 ધોરણ પાસ અથવા તેને સમકક્ષ કેન્દ્ર સરકારરાજ્ય સરકાર માન્ય પરીક્ષા ઉતીર્ણ કરેલ હોવી જોઈએ.

ઉમર : ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 50 વર્ષ (વોક ઈન ઈન્ટરવ્યુંના દિવસે)

વર્ગો : બેરોજગાર/સ્વ-રોજગાર ધરાવતા યુવકો/પૂર્વ જીવન વીમા એજન્ટ/કોઈપણ વીમા કંપનીના પૂર્વ એજન્ટ/માજી સૈનિક/આંગણવાડી કાર્યકરો/મહિલા મંડળના કાર્યકરો/ ગ્રામ પ્રધાન/ગ્રામ પંચાયતના સભ્યો.

ઉપર જણાવેલ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ હાજર રહેવું.

મહેનતાણું : સરકાર શ્રીના નિયમો અનુસાર કામકાજ મુજબ.

આ સમાચાર પણ વાંચો : Festive Season: તહેવારોની સિઝનમાં આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ સ્થિર રહેશે :સચિવ, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ.

નોંધ : કોઈપણ અન્ય લાઈફ ઈન્સ્યોરન્સમાં કામ કરતા એજન્ટને પી.એલ.આઈ. આર.પી.એલ.આઈ.ની એજન્સી મળવાપાત્ર નથી.

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version