News Continuous Bureau | Mumbai
Gold prices ઘરેલુ ફ્યુચર માર્કેટમાં સોનાની કિંમતોમાં મંગળવાર, 4 નવેમ્બરના રોજ નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ડિસેમ્બરની એક્સપાયરીવાળો ગોલ્ડ ફ્યુચર વાયદો મંગળવારે ₹1,20,802 (પ્રતિ 10 ગ્રામ) પર ખૂલ્યો હતો. અગાઉના કારોબારી દિવસે MCX પર સોનું ₹1,21,409 પર બંધ થયો હતો. 4 નવેમ્બરના રોજ સવારે 9:55 વાગ્યે, MCX પર 5 ડિસેમ્બરની એક્સપાયરીવાળું સોનું ₹1,20,760 પર ટ્રેડ કરી રહ્યું હતું. જે અગાઉના દિવસની બંધ કિંમત કરતાં લગભગ ₹650 નો ઘટાડો દર્શાવે છે. MCX ગોલ્ડ શરૂઆતી કારોબારમાં ₹1,20,970 ના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું.
ચાંદીના ભાવમાં પણ ઘટાડો
મંગળવારે MCX પર ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમાચાર લખાયા ત્યાં સુધી, MCX પર ચાંદી ₹1,47,131 પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી હતી. અગાઉના દિવસની સરખામણીમાં ચાંદીના ભાવમાં લગભગ ₹630 નો ઘટાડો નોંધાઈ રહ્યો હતો.
તમારા શહેરના સોનાના તાજા ભાવ (4 નવેમ્બર) – પ્રતિ 10 ગ્રામ
શહેર
24 કેરેટ (રૂપિયા)
22 કેરેટ (રૂપિયા)
18 કેરેટ (રૂપિયા)
દિલ્હી
1,22,510
1,12,400
91,990
મુંબઈ
1,22,460
1,12,250
91,840
ચેન્નાઈ
1,22,730
1,12,500
93,900
કોલકાતા
1,22,460
1,12,250
91,840
અમદાવાદ
1,22,510
1,12,300
91,890
લખનઉ
1,22,510
1,12,400
91,990
આ સમાચાર પણ વાંચો : Election Commission: ચૂંટણી પંચ મિશન મોડ પર; 12 રાજ્યોમાં ‘SIR’ અભિયાન શરૂ, આ તારીખે પ્રસિદ્ધ થશે અંતિમ યાદી
લગ્નની સિઝન પહેલાં રાહત
નવેમ્બર મહિનામાં લગ્નની સિઝન શરૂ થાય તે પહેલાં સોનાની કિંમતોમાં આવેલો આ ઘટાડો લોકોના ચહેરા પર સ્મિત લાવી શકે છે. ભારતમાં લગ્ન અને મુખ્ય પ્રસંગોએ સોનું અને ચાંદી ખરીદવાનો રિવાજ છે, અને ભારતીયો આ કિંમતી ધાતુઓની ખરીદીને શુભ માને છે. રોકાણકારો માટે પણ સોનું હંમેશા એક સુરક્ષિત રોકાણ વિકલ્પ રહ્યું છે. લગ્નની સિઝનમાં સોના અને ચાંદીની માંગ પણ વધવાની સંભાવના છે.
