Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો-હવે લગ્ન માટે પણ લાગશે GST-આ શરતો જોકે લાગુ પડશે

News Continuous Bureau | Mumbai

સામાન્ય જનજીવનની વસ્તુઓ પર પણ કેન્દ્ર સરકારે(Central Govt) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(Goods and Services Tax) (GST) લાગુ કરી દીધો છે, તેનાથી જ નાગરિકો પરેશાન થઈ ગયા છે. GSTને કારણે કેન્દ્ર સરકારની તમામ સ્તરેથી ટીકા થઈ રહી છે.  ઘરના ભાડાની(House rent) સાથે જ હવે લગ્ન સમારંભ(Wedding Functions) પણ GSTના દાયરામાં આવી ગયો  છે. પરંતુ આ GST એકીસાથે લાગુ કરવામાં નહીં આવશે. તેની માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

ચોમાસું(Monsoon) પૂરું થઈ જાય એટલે સામાન્ય રીતે લગ્નો શરૂ થઈ જાય છે. પરંતુ હવે લગ્ન સમારોહ પર પણ GST લાગશે એટલે લગ્ન કરવા ઇચ્છુક યુગલો મુંઝવણમાં મુકાયા છે. જોકે લગ્ન સમારોહ પર GST વસૂલવામાં આવશે નહીં પરંતુ કેન્દ્ર સરકારે તેના માટે કેટલીક શરતો રાખી છે. જો લગ્નમાં 10 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે, તો સંબંધિતોએ 1.5 લાખ રૂપિયા સુધીનો GST ચૂકવવો પડશે.

આ સમાચાર પણ વાંચો :  શોકિંગ- અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ફરી મળી ધમકી-ઉપરાઉપરી આવ્યા આટલા ધમકીભર્યા ફોન કોલ

તેમજ લગ્ન સમારોહ માટે ભાડે રાખેલા બગીચાઓ(Gardens) પર સૌથી વધુ GST વસૂલવામાં આવશે. આ ઉપરાંત, 1 લાખ રૂપિયાના લગ્ન મંડપ(Wedding hall) માટે 18,000 રૂપિયા અને 1.5 લાખ રૂપિયા સુધીની કેટરિંગ સેવાઓ(Catering services) માટે 27,000 રૂપિયાનો GST ચૂકવવો પડશે

લગ્નની સજાવટ(Wedding decorations), ફોટોગ્રાફી(Photography) અને વિડીયોગ્રાફી(Videography), વાજિંત્રો(instruments) પર પણ 18 ટકા GST  લાદવામાં આવ્યો છે. તેમજ કપડાં, ફૂટવેર પર 5 થી 12 ટકા અને સોનાના દાગીના પર 3 ટકા સુધી જીએસટી લાગુ પડશે.
 

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version