Site icon

Alphabet Result: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ પ્રથમ વખત ડિવિડન્ડનું વિતરણ કરશે, શેર 14% ઉછળ્યો.. જાણો શું છે આ ઉછાળાનું કારણ.. .

Alphabet Result: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે બિઝનેસ હેલ્થ વિશ્લેષકોના અંદાજ કરતાં વધુ મજબૂત કમાણી કરી હતી અને ક્લાઉડ બિઝનેસે મજબૂત નફો મેળવ્યો હતો. આ કારણે રોકાણકારોએ આલ્ફાબેટ કંપનીના શેરની ઝડપી ખરીદી કરી હતી અને તેના કારણે આ કંપનીના શેરોમાં લગભગ 14 ટકાનો ઉછાળો આવ્યો હતો.

Google's parent company Alphabet to distribute dividend for the first time, shares jump 14%.. Know what is the reason for this surge

Google's parent company Alphabet to distribute dividend for the first time, shares jump 14%.. Know what is the reason for this surge

News Continuous Bureau | Mumbai

Alphabet Result: જાયન્ટ સર્ચ એન્જિન ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે ગુરુવારે શેર દીઠ 20 સેન્ટના તેના પ્રથમવાર ડિવિડન્ડની  જાહેરાત કરી હતી. ગૂગલે એવા સમયે આ ડિવિડન્ડની જાહેરાત કરી છે. જ્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ પણ ફેબ્રુઆરીમાં પહેલીવાર ડિવિડન્ડની જાહેરાત કરી હતી

Join Our WhatsApp Community

આ ઉપરાંત, ગૂગલની ( Google ) પેરેન્ટ કંપની આલ્ફાબેટે બિઝનેસ હેલ્થ વિશ્લેષકોના અંદાજ કરતાં વધુ મજબૂત કમાણી કરી હતી અને ક્લાઉડ બિઝનેસે મજબૂત નફો મેળવ્યો હતો. આ કારણે રોકાણકારોએ આલ્ફાબેટ કંપનીના શેરની ( Stock Market ) ઝડપી ખરીદી કરી હતી અને તેના કારણે આ કંપનીના શેરોમાં લગભગ 14 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ ઉછાળા સાથે, આલ્ફાબેટનું માર્કેટ કેપ $2 ટ્રિલિયનને વટાવી ગયું હતું.

 Alphabet Result: કંપનીએ $80.54 બિલિયનની આવક કરી હતી….

LSEG ડેટા અનુસાર $78.59 બિલિયનના અંદાજની સરખામણીમાં માર્ચ 31ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીએ $80.54 બિલિયનની આવક કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Royal Enfield: Royal Enfield ટુંક સમયમાં જ ભારતમાં 2 નવી બાઇકો લોન્ચ કરવાની તૈયારીમાં, જેમાંથી એક બાઈકમાં 650cc એન્જિન હશે.. જાણો શું છે આ બાઈકના અન્ય ફીચર્સ..

આલ્ફાબેટે માર્ચ 2024 ક્વાર્ટરમાં $8054 કરોડ (રૂ. 6.71 લાખ કરોડ)ની આવક હાંસલ કરી હતી. તેની આવક વાર્ષિક ધોરણે 15 ટકાની ઝડપે વધી છે. કંપનીએ YouTube જાહેરાતોથી $809 કરોડ અને Google Cloudમાંથી $957 કરોડની આવક મેળવી હતી.

તેથી કંપનીના બોર્ડે પ્રથમ વખત શેર દીઠ 20 સેન્ટ (આશરે રૂ. 15) નું રોકડ ડિવિડન્ડ જાહેર કર્યું છે. જે 17 જૂને જમા કરવામાં આવશે. તેની રેકોર્ડ ડેટ 10 જૂન છે. કંપની આગામી ક્વાર્ટર્સમાં રોકડ ડિવિડન્ડનું ( dividend )  વિતરણ કરવાની યોજના ધરાવે છે.

મિડીયા રિપોર્ટ અનુસાર, કંપનીની ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 57 ટકા વધીને $2366 મિલિયન અથવા શેર દીઠ $1.89 થઈ ગઈ છે. આલ્ફાબેટનું કુલ જાહેરાત વેચાણ વાર્ષિક ધોરણે $5455 મિલિયનથી વધીને $6166 મિલિયન થયું હતું. જેમાં ગૂગલના ક્લાઉડ બિઝનેસમાંથી ઓપરેટિંગ આવક ચાર ગણી વધીને હવે $900 મિલિયન થઈ ગઈ હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
India-European Union: ભારત-યુરોપિયન યુનિયન વેપાર સમજૂતી નિર્ણાયક વળાંક પર, આજથી પાંચ દિવસ ભારતમાં રહેશે આટલા રાજદૂત
HIRE Act 2025: અમેરિકાનું વધુ એક પગલું ભારત માટે બનશે મોટી મુસીબત, આ ઉદ્યોગ પર ઘેરાશે સંકટના વાદળ
Gold Price: તહેવારોની સિઝન પહેલાં સોનામાં આવ્યો ઉછાળો, ચાંદી પણ થઇ મોંઘી,જાણો 9 સપ્ટેમ્બર 2025 ના તાજા ભાવ
Exit mobile version