Site icon

ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી કંપનીઓને કેન્દ્ર સરકારે આપ્યો આ આદેશ- તેનાથી ગ્રાહકોને થશે રાહત

News Continuous Bureau | Mumbai

ઓનલાઈન ફૂડ ડિલીવરી(Online food delivery) કરતી કંપનીઓ સામે હવે કેન્દ્ર સરકારે(Central Government) આંખ લાલ કરી છે અને ગ્રાહકોની ફરિયાદ(Consumer complaints) પ્રત્યે વધુ સંવેદનશીલ બનીને કંપનીઓને ગ્રાહકોની ફરિયાદ પ્રત્યે તાત્કાલિક પગલા લેવાનો આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

સ્વિગી(Swiggy) અને ઝોમેટો(Zomato) જેવી ઓનલાઈન ફૂડ ડિલીવરી બિઝનેસ ઓપરેટરોને(business operators) કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે ગ્રાહક ફરિયાદ નિવારણ યંત્રણામાં કેવી રીતે સુધારો લાવશે તે દર્શાવતી યોજના તેઓ 15 દિવસની અંદર સરકારને સુપરત કરે. આવી કંપનીઓ વિરુદ્ધ ગ્રાહકોની ફરિયાદો વધી રહી હોવાથી સરકારે કંપનીઓને આવો આદેશ આપ્યો હોવાનું કહેવાય છે.

ગ્રાહકોની બાબતોના વિભાગે ઈ-કોમર્સ(E-commerce) ફૂડ બિઝનેસ ઓપરેટર્સને આદેશ આપ્યો છે કે એમણે ગ્રાહકોને ઓર્ડરની(customers Order) રકમમાં સામેલ કરાયેલા તમામ ચાર્જિસની વિગત (બ્રેકઅપ) પારદર્શક રીતે દર્શાવવા, જેમ કે ડિલિવરી ચાર્જિસ(Delivery charges), પેકેજિંગ ચાર્જિસ(Packaging charges), કરવેરા(Taxation), વધારેલી કિંમત વગેરે.

આ સમાચાર પણ વાંચો : રાહતભર્યા સમાચાર – મે મહિનામાં છૂટક મોંઘવારીમાં આવ્યો મોટો ઘટાડો- સરકારે જાહેર કર્યા આંકડા

એ સિવાય ગ્રાહક ફરિયાદ નિવારણ યંત્રણામાં કંપનીઓ કેટલો સુધારો કરી શકે એમ છે એ દર્શાવતી યોજના તેઓ 15 દિવસની અંદર આ વિભાગને સુપરત કરવાની રહેશે.. ગ્રાહકોની બાબતોના વિભાગના સેક્રેટરી રોહિતકુમાર સિંહના વડપણ હેઠળ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
 

Reliance Investment: કચ્છના રણથી જામનગરના કિનારા સુધી અંબાણીનું સામ્રાજ્ય! ₹7 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બનશે દુનિયાની નવી ઇકોનોમિક પાવર
Income Tax Act 2025: 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે નવો ટેક્સ કાયદો, 64 વર્ષ જૂના નિયમો હવે ઇતિહાસ બનશે.
Gold Price Today: સોનાના ભાવમાં ભયાનક ભડકો! MCX પર પહેલીવાર ₹1.40 લાખને પાર, ચાંદીના ભાવ સાંભળીને પણ પરસેવો છૂટી જશે
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version