Site icon

સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી રહ્યું છે PhonePe, ભારતમાં ચૂકવવો પડશે 8200 કરોડ ટેક્સ!

PhonePeની મૂળ કંપની Flipkart હતી જેમાંથી વિભાજનની પ્રોસેસ ગયા મહિને એટલે કે ડિસેમ્બરમાં પૂર્ણ થઈ હતી. જો કે, બંને કંપનીઓ યુએસ સ્થિત રિટેલ કંપની વોલમાર્ટ હેઠળ કામ કરવાનું ચાલુ રાખશે.

PhonePe launches support for cross-border UPI payments

હવે તમે વિદેશમાં પણ કરી શકશો ઓનલાઈન પેમેન્ટ, આ કંપનીએ શરૂ કરી આંતરરાષ્ટ્રીય સેવા

News Continuous Bureau | Mumbai

ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન PhonePe સ્વદેશ પરત ફરવાની તૈયારીમાં છે. ખરેખર, PhonePe તેનું સિંગાપોર સ્થિત હેડક્વાર્ટર ભારતમાં શિફ્ટ કરવા જઈ રહ્યું છે. તેના બદલામાં PhonePeની પેરેન્ટ કંપની Walmart Inc.ને $1 બિલિયન અથવા લગભગ 8200 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

રિપોર્ટમાં શું છે: રિપોર્ટ અનુસાર, ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટ સહિત ઘણા રોકાણકારોએ ભારતમાં PhonePeના શેર નવી કિંમતે ખરીદ્યા છે, જેનાથી હાલના શેરધારકો માટે લગભગ રૂ. 8200 કરોડનો ટેક્સ ઉભો થયો છે. જો કે, વોલમાર્ટ અને ટાઈગર ગ્લોબલના પ્રતિનિધિઓએ ટિપ્પણી માંગતા ઈમેલનો તરત જ જવાબ આપ્યો ન હતો. ફોનપેના પ્રવક્તાએ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે PhonePeની પેરેન્ટ કંપની Flipkart હતી, જેનાથી અલગ થવાની પ્રક્રિયા ગયા મહિને એટલે કે ડિસેમ્બરમાં પૂરી થઈ ગઈ છે. જો કે, બંને કંપનીઓ યુએસ સ્થિત રિટેલ કંપની વોલમાર્ટ હેઠળ કામ કરવાનું ચાલુ રાખશે. PhonePe ફ્લિપકાર્ટની જેમ જ તેનું હેડક્વાર્ટર બેંગલુરુમાં સ્થાનાંતરિત કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : લોકોના જીવને જોખમ, છતાં આંકડા છુપાવી રહ્યું છે ચીન, WHOએ ફરી આપ્યો ઠપકો

PhonePe ની અંદર આ બધી હિલચાલ એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વભરની સ્ટાર્ટઅપ કંપનીઓ ભંડોળ એકત્ર કરવા માટે સંઘર્ષ કરી રહી છે. આગામી સમયમાં PhonePe ભારતના શેરબજારમાં પણ લિસ્ટ થવાની આશા છે. જો કે, કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Exit mobile version