Site icon

વાહન ચાલકો માટે મહત્વના સમાચાર: આ તારીખથી કાર અને ટુ વ્હીલર્સ ઈન્શ્યોરન્સ થશે મોંઘા.. જાણો શું છે કારણ..

News Continuous Bureau | Mumbai 

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે(Ministry of Road Transport and Highways) વાહનોની વિવિધ કેટેગરી માટે થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યૉરન્સ પ્રીમિયમ(Third party motor insurance premium) ૧ જૂનથી વધારવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને  કારણે કાર અને ટુ વ્હિલર્સના ઇન્સ્યોરન્સ(Two wheeler insurance) મોંઘાં થવાની શક્યતા છે.

Join Our WhatsApp Community

સરકારે કોરોના મહામારીના(corona pandemic) બે વર્ષ બાદ વાહનોના ઇન્સ્યોરન્સ(Vehicle insurance) પ્રીમિયમનો દર(Rate of premium) વધારવાનો નિર્ણય લીધો છે.

મંત્રાલયે બુધવારે બહાર પાડેલા સુધારિત દર અનુસાર ૧૦૦૦ સીસીની ક્ષમતાનાં એન્જિનો ધરાવતી પ્રાઇવેટ કાર(Private car) માટે વીમાના પ્રીમિયમના ૨૦૯૪ રૂપિયા ચૂકવવાના રહેશે. 

આ સમાચાર પણ વાંચો : નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ સામે RBI ની લાલ આંખ, આટલી કંપનીના લાયસન્સ રદ્દ કર્યા.. જાણો વિગતે

વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ૧૦૦૦ સીસી એન્જિનની પ્રાઇવેટ કારના પ્રીમિયમનો દર ૨૦૭૨ રૂપિયા હતો. એવી જ રીતે ૧૦૦૦ સીસી થી ૧૫૦૦ સીસી સુધી ક્ષમતા ધરાવતી પ્રાઇવેટ કારના પ્રીમિયમનો દર અગાઉના ૩૨૨૧ રૂપિયાથી વધારીને ૩૪૧૬ રૂપિયા કરવામાં આવ્યો છે. ૧૫૦૦ સીસીથી વધુ ક્ષમતા ધરાવતી પ્રાઇવેટ કારના પ્રીમિયમનો દર ૭૮૯૭ રૂપિયાથી ઘટાડીને ૭૮૯૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ૧૫૦ સીસીથી ૩૫૦ સીસીની ક્ષમતા ધરાવતા ટુ વ્હિલર્સના ઇન્સ્યૉરન્સ પ્રીમિયમનો નવો દર ૧૩૬૬ રૂપિયા અને ૩૫૦ સીસીથી વધુ ક્ષમતા ધરાવતા ટુ વ્હિલર્સના ઇન્સ્યૉરન્સ પ્રીમિયમનો નવો દર ૨૮૦૪ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.              
 

US India Export Tariff Issue: ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય બંદરો પર અબજોનો માલ અટક્યો! ‘ટેરિફ વોર’ના ડરે નિકાસકારોએ લગાવી બ્રેક; જાણો શું છે કારણ.
Gold-Silver Rates Crash: સોના-ચાંદીના ભાવમાં ભારે ગાબડું! ચાંદીના ભાવમાં ₹૨૧૦૦નો કડાકો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ
Gold-Silver Price Surge: મોંઘવારીનો ઝટકો! ચાંદીના ભાવમાં ₹15,000નો તોતિંગ ઉછાળો, સોનું પણ આસમાને; ખરીદતા પહેલા ચેક કરો આજનો તાજો ભાવ.
Donald Trump Tariff: ભારતીય નિકાસકારો સાવધાન! ટ્રમ્પના ૧૦% ગ્લોબલ ટેરિફથી શું ભારતીય અર્થતંત્રને લાગશે ઝટકો? જાણો સંપૂર્ણ વિશ્લેષણ
Exit mobile version