Site icon

Samsung Galaxy F23 5G- અડધી કિંમતે ઉપલબ્ધ છે આ શાનદાર 5G સ્માર્ટફોન- મળશે કેટલાક ફાયદા

News Continuous Bureau | Mumbai

Samsung Galaxy F23 5Gને Android 12 આધારિત One UI 4.1 મળે છે. Galaxy F23 5Gમાં 6.6-ઇંચની ફૂલ HD + ઇન્ફિનિટી ડિસ્પ્લે(Infinity display)  છે, જે 120Hz રિફ્રેશ રેટ (Refresh rate) સાથે આવે છે.

Join Our WhatsApp Community

ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ(Flipkart Big Diwali Sale) ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (E-commerce platform Flipkart) પર 19 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે. આ સેલમાં સ્માર્ટફોન(smartphone), લેપટોપ અને અન્ય ઈલેકટ્રોનિક પ્રોડક્ટ્સ(Laptops and other electronic products) પર બમ્પર ડિસ્કાઉન્ટ(Bumper discounts) જોવા મળી રહ્યું છે. જો તમે પણ નવો 5G ફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ તક તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સેલમાં સેમસંગનો Samsung Galaxy F23 5G સ્માર્ટફોન અડધી કિંમતે ઉપલબ્ધ છે. આ ફોનની કિંમત 22,999 રૂપિયા છે, પરંતુ સેલ દરમિયાન ફોનને 11,749 રૂપિયામાં ખરીદી શકાય છે.

ત્યારે SBI ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર 10% ડિસ્કાઉન્ટ (રૂ. 2,000 સુધી) પણ મળી શકે છે. ત્યારે Flipkart Axis Bank કાર્ડથી પેમેન્ટ કરવા પર 5 % કેશબેક પણ મળશે. એટલે કે જો ફોન ફક્ત બેંક ઓફર્સ અને EMI સાથે ખરીદો છો, તો ફોન 10 હજાર સુધીની કિંમતમાં મળશે. ફોન પર 12,400 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ છે.

આ સમાચાર પણ વાંચો: Motorola Edge 30 Ultra 256GB સ્ટોરેજ મોડલ ભારતમાં કરવામાં આવ્યું લોન્ચ

Samsung Galaxy F23 5Gની વિશિષ્ટતાઓ

Samsung Galaxy F23 5Gને Android 12 આધારિત One UI 4.1 મળે છે. Galaxy F23 5Gમાં 6.6-ઇંચની ફુલ HD + ઇન્ફિનિટી ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. ફોનમાં સ્નેપડ્રેગન 750G પ્રોસેસર છે, 6GB સુધીની રેમ અને 6GB સુધીની વર્ચ્યુઅલ રેમ સાથે 128GB સુધીની સ્ટોરેજ છે.

ફોનમાં ત્રણ પાછળના કેમેરા છે, જેમાં પ્રાથમિક લેન્સ 50-મેગાપિક્સલનો સેમસંગ ISOCELL JN1 સેન્સર છે, જેનું અપર્ચર f/1.8 છે. તે 25W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5000mAh બેટરી ધરાવે છે. ફોનને એક્વા બ્લુ અને ફોરેસ્ટ ગ્રીન કલરમાં ખરીદી શકાય છે.

આ સમાચાર પણ વાંચોJioએ આપ્યો ઝટકો- હવે ડિઝની પ્લસ હોટસ્ટારની સર્વિસ આ પ્લાનમાંથી હટાવી- જાણો વિગતો

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version