Site icon

દેશની ઈકોનોમી સુધરી- ચાલુ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં બંપર ઉછાળો- કેન્દ્ર સરકારને થઈ અધધ લાખ કરોડની આવક- જાણો આંકડા 

News Continuous Bureau | Mumbai

 દેશની અર્થવ્યવસ્થા(Economy) કરવટ બદલી રહી હોવાના સારા સમાચાર આવી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં ડાયરેક્ટ ટેક્સ(Direct tax collection) ની વસૂલાતમાં 24 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 1 એપ્રિલથી 8 ઓક્ટોબર 2022 સુધીમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 8.98 લાખ કરોડ થયું છે. જે ગયા વર્ષના આ ગાળા કરતાં 23.8 ટકા વધારે છે. કોર્પોરેટ ટેક્સની વસૂલાતમાં 16.74 ટકાનો અને ઇન્કમટેક્સ(Income tax)ની આવકમાં 32.30 ટકાનો વધારો નોંધાયો છે. રિફંડની જોગવાઈ કર્યા પછી ચોખ્ખી સીધા કરવેરા(Direct Tax)ની વસૂલાત 3. 745 લાખ કરોડ થવા પામી છે. જે એક વર્ષ અગાઉ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કરતા 16.3 ટકા વધારે છે. જે નાણાકીય વર્ષ (FInancial year) 2022-23નાં બજેટનાં અનુમાનનાં 52.46 ટકા છે.

Join Our WhatsApp Community

દરમિયાન વ્યક્તિગત આવકવેરાની વસૂલાત ફક્ત PTI ધોરણે 1735 ટકાનો વધારો દર્શાવે છે જ્યારે STT સાથે 16.25 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.કોર્પોરેટ આવક (CIT) તેમજ વ્યક્તિગત આવક (PIT તેમજ STT સહિત) નો વધારો ક્રમશઃ 16.73 ટકા અને 32.20 ટકા રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ઠાકરે જૂથ માટે શિંદે જૂથ બન્યો માથાનો દુખાવો- એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરે દ્વારા સૂચવવામાં આવેલા આ ચિન્હો પર કર્યો દાવો

કરવેરાની વધુ વસૂલાત કોઇપણ દેશ માટે આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારાનો સંકેત માનવામાં આવે છે. ભારતની અર્થવ્યવસ્થા કોરોના મહામારી(Covid pandemic) નાં ફટકામાંથી બહાર આવી ગઈ છે. રશિયા અને યુક્રેન યુદ્ધ(Russia Ukraine war)ને કારણે અન્ય દેશોની ઇકોનોમી ડચકાં ખાઇ રહી છે ત્યારે ભારતની અર્થવ્યવસ્થામાં સતત તેજી જોવા મળી રહી છે. કેટલાક વિશ્લેષકો માને છે કે આર્થિક વૃદ્ધિએ તેની ગતિ ગુમાવી દીધી છે પરંતુ કોર્પોરેટ નફાને કારણે એન્જિન ચાલી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) એ ગયા મહિને ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ માટેનું અનુમાન 7.2 ટકાથી ઘટાડીને સાત ટકા કર્યું હતું. અન્ય રેટિંગ એજન્સી(Rating agency) ઓએ પણ ભૌગોલિક રાજકીય દબાણ અને કડક થતી વૈશ્વિક નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના વૃદ્ધિ અનુમાનને ડાઉનગ્રેડ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત ઉવાચ- જામીન અરજી પર સુનાવણી માટે જેલમાંથી બહાર આવેલા શિવસેના નેતાએ હવામાં બાણ છોડ્યા

Lenskart IPO: લેન્સકાર્ટ ને આપી સેબીએ આઇપીઓ લાવવાની મંજૂરી, અધધ આટલા કરોડ એકઠા કરશે કંપની
RBI: આરબીઆઈનો આ નિયમ આવતીકાલથી લાગુ, જાણો શું છે ચેક ને લગતો આ નિયમ
Robert Kiyosaki: વોરન બફેટના વલણ પર રોબર્ટ કિયોસાકીનું એલર્ટ, સોના અને ચાંદી ને લઈને કર્યો આવો દાવો
Gold Price Today: દશેરા પછીના દિવસે સોનાં-ચાંદીના ભાવમાં ઘટાડો, રોકાણકારો માટે સાવચેત રહેવાની સલાહ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
Exit mobile version