Site icon

તેલીયા રાજાઓની મિલીભગત.. ચીનમાં નિકાસ વધતાં તહેવાર ટાણે ભારતમાં તેલના ભાવો 30 % વધ્યાં.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

27 ઓક્ટોબર 2020

તહેવારો વખતે જ  ચીનમાં નિકાસ વધી જતાં સિંગતેલના ભાવમાં એકાએક વધારો થયો છે. ભાવ 3000 પાસે પહોંચી જાય તો નવાઈ નહીં.. સિંગતેલના ભાવમાં થયેલા ભાવ વધારાને કારણે અનેક ગૃહિણીઓના બજેટ ખોરવાશે. વેપારીઓ કહે છે કે, ગુજરાત સૌરાષ્ટ્રમાં સિંગતેલની માગ વધારે છે. સિંગતેલ માટે સિંગદાણાની આવક હોવી અનિવાર્ય છે. સિંગદાણાની આવક ન હોવાને કારણે આ ભાવ વધારો થયો છે. નાફેડએ ખરીદેલી મગફળી માર્કેટમાં આવે તો તેલના ભાવમાં પરિવર્તન આવી શકે છે. હાલમાં નાફેડ પાસે 5 લાખ ટન મગફળી છે. જો આ મગફળી બજાર કિંમતે વેચાણ અર્થે આવે તો તેલના ડબ્બાના ભાવમાં ફેરફાર થઈ શકે છે..

હાલમાં સિંગતેલની ચીનમાં માગ વધી છે. જેના કારણે ભાવ વધીને 1000ની ઉપર થઈ ગયા છે. આજ સ્થિતિ રહી તો સીંગતેલના ડબ્બાનો ભાવ 2500 નો ભાવ વટાવશે. આ મામલે સરકારે હવે ડુંગળીની જેમ મગફળીમાં પણ પ્રતિબંધો લગાવવા પડશે, નહીં તો આગામી દિવસોમાં ડબાનો ભાવ 3000એ પહોંચી શકે છે.

ગત વર્ષે આ સમયે મગફળીના ભાવ મણદીઠ 850થી 950 હતા. પરંતુ આ વર્ષે રૂ.1 હજારથી 1150 સુધી બોલાઈ રહ્યા છે.. મગફળીની આવક પણ ગત વર્ષની સરખામણીએ 20થી 25 ટકા ઓછી છે. રાજ્યમાં અત્યારે દૈનિક અંદાજે 4 લાખ બોરી મગફળીની આવક થઈ રહી છે.

• ભારે વરસાદથી પાકને અસર, મગફળીનું ઓછું ઉત્પાદન અને જંગી નિકાસને લીધે મોટા ભાગની બ્રાન્ડના ડબાનો ભાવ 2500ને પાર

• ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવ 10 ટકા વધ્યા, સિંગતેલના ભાવમાં 25થી 30 ટકાનો વધારો

• રેકોર્ડ 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું પરંતુ વરસાદથી ઉત્પાદન 35 લાખ ટન રહેવા ધારણા

• સરકાર ઝડપથી પગલાં નહીં લે તો સિંગતેલના ડબાનો ભાવ 3 હજાર સુધી પહોંચી જવાની ઓઈલ મિલરોની

દહેશત છે. 

Gold Silver Rates Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: રોકાણકારોમાં ફફડાટ, ચાંદીના ભાવમાં ગાબડું; જાણો આજના લેટેસ્ટ ભાવ
India Chabahar Port Decision 2026: શું ભારત પાછું હટ્યું? ચાબહાર બંદર માટે બજેટમાં શૂન્ય ફાળવણી, અમેરિકાનું દબાણ કે વ્યૂહાત્મક ફેરફાર? જાણો અંદરની વાત
Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં જોરદાર યુ-ટર્ન કડાકા બાદ ફરી ભાવ વધ્યા; જાણો આજનો લેટેસ્ટ રેટ
Father of All Deals: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી, હવે ટેક્સ વગર થશે $40 અબજનો વેપાર.
Exit mobile version