Site icon News Continuous Bureau | Mumbai

GST collection : જુલાઈમાં શાનદાર જીએસટી કલેકશન, તિજોરીમાં આવ્યા એટલા કરોડ કે ફરીથી બની ગયો આ રેકોર્ડ

GST collection : આ સળંગ પાંચમી વખત છે જ્યારે આ મહિને રેવન્યુ કલેક્શન 1.6 લાખ કરોડથી ઉપર ગયું છે. જુલાઈ મહિનામાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 11 ટકા વધીને રૂ. 1,65,105 કરોડ થયું છે.

GST collection in July stands at over Rs 1.65 lakh crore; records 11% on-year growth

GST collection in July stands at over Rs 1.65 lakh crore; records 11% on-year growth

News Continuous Bureau | Mumbai

GST collection : GSTથી સરકારનું રેવન્યુ કલેક્શન સતત સારું થઈ રહ્યું છે. આ સળંગ પાંચમી વખત છે જ્યારે આ મહિને રેવન્યુ કલેક્શન 1.6 લાખ કરોડથી ઉપર ગયું છે. જુલાઈ મહિનામાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 11 ટકા વધીને રૂ. 1,65,105 કરોડ થયું છે. નાણા મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી. પરોક્ષ કર પ્રણાલીની શરૂઆત બાદ પાંચમી વખત જીએસટી કલેક્શન રૂ. 1.6 લાખ કરોડને વટાવી ગયું છે.

Join Our WhatsApp Channel

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે જુલાઈ 2023માં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન 1,65,105 કરોડ રૂપિયા હતું. જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. 29,773 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 37,623 કરોડ, ઇન્ટીગ્રેટેડ જીએસટી રૂ. 85,930 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂ. 41,239 કરોડ સહિત)નો સમાવેશ થાય છે. આ સિવાય, સેસ રૂ. 11,779 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂ. 840 કરોડ સહિત)
હતો.

 

આ સમાચાર પણ વાંચો : Mumbai Crime: જયપુર એક્સપ્રેસમાં થયેલ કરપીણ હત્યામાં ચોંકવાનારો ખુલાસો…. આરોપી ચેતનના સાથી જવાનના શબ્દોમાં ટ્રેન શૂટઆઉટની સંપુર્ણ ઘટના … વાંચો અહીંયા…

 

મંત્રાલયના જણાવ્યા અનુસાર, જુલાઈ(July) 2023માં રેવન્યુ કલેક્શન ગયા વર્ષના સમાન મહિના કરતાં 11 ટકા વધુ હતું. સમીક્ષા હેઠળના મહિના દરમિયાન સ્થાનિક વ્યવહારો (સેવાઓની આયાત સહિત)ની આવકમાં વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો થયો છે. જૂન મહિનામાં જીએસટીની આવક 1,61,497 કરોડ રૂપિયા હતી. ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ જુલાઈમાં, સ્થાનિક વ્યવહારોમાંથી આવકમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે, જેમાં સેવાઓની આયાતનો સમાવેશ થાય છે.

જુલાઈ 2023 માં GST કલેક્શન થયું જ્યાં તે 1,65,105 કરોડ રૂપિયા રહ્યું જે જૂન 2023 કરતાં વધુ છે. જૂનમાં જીએસટી કલેક્શન રૂ. 1,61,497 કરોડ હતું. જ્યાં ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ મહિનામાં એપ્રિલ 2023માં GSTનું રેકોર્ડ કલેક્શન જોવા મળ્યું હતું, એપ્રિલ 2023માં GST કલેક્શન 1,87,035 કરોડ રૂપિયા હતું. GST કાઉન્સિલની બેઠક પણ ઓનલાઈન ગેમિંગ અંગેના કાયદા અંગે ચર્ચા કરવા માટે 2 ઓગસ્ટે યોજાવા જઈ રહી છે.

Richest Person in the World ડોલરની રેસમાં કોણ આગળ, કોણ પાછળ? વૈશ્વિક માર્કેટમાં ટેક ટાયકૂન્સની સંપત્તિમાં મોટો ફેરબદલ, એલોન મસ્ક નંબર1 પર અડીખમ
Lemon Price Hike મોંઘવારીની ચોતરફી થપાટ શાકભાજી માર્કેટમાં લીંબુ લાલઘૂમ, અન્ય ખાદ્યચીજો મોંઘી થયા બાદ લીંબુના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો
Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
Exit mobile version