News Continuous Bureau | Mumbai
આર્થિક પ્રવૃત્તિઓ(Economic activities) વધવાની સાથે સાથે ગુડ્સ અને સર્વિસ ટેક્સ (Goods and Services Tax) હેઠળ સરકારની કમાણી(Government Earnings) વધી રહી છે.
ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન(GST Collection) રૂ. 1,43,612 કરોડ નોંધાયુ છે, જે વાર્ષિક તુલનાએ 28 ટકા વધારે છે.
સાથે જ સતત છઠ્ઠા મહિને માસિક જીએસટી ક્લેક્શન(Monthly GST Collection) રૂ. 1.40 લાખ કરોડની ઉપર રહ્યુ છે.
છેલ્લા મહિનામાં એટલે કે જુલાઈ 2022માં પણ સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનમાં વધારો થયો હતો.
કુલ GST આવકમાં(GST revenue) CGST પેટે રૂ. 24,710 કરોડ, SGST પેટે રૂ. 30,951 કરોડની વસૂલાત થઇ છે. તો IGST પેટે રૂ. 77,782 કરોડની વસૂલાત થઇ છે.
આમાં માલસામાનની આયાત પરના ટેક્સ(Tax on import) પેટે રૂ. 42,067 કરોડ અને સેસ હેઠળ રૂ. 10,16 કરોડ અને માલની આયાત પર વસૂલાયેલો રૂ. 1,018 કરોડનો ટેક્સ સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ સંદર્ભે સરકાર અને હોટલ વ્યવસાયિકો આમને સામને- કોર્ટમાં શરૂ થઈ આ લડાઈ