Site icon

GST Council Meeting: GST કાઉન્સીલની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, હવે પોપકોર્ન પર લાગશે 3 પ્રકારના GST, ખિસ્સા પર વધશે ભાર..

GST Council Meeting: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં GST કાઉન્સિલની 55મી બેઠકમાં પોપકોર્ન પરના નવા GST દરો નક્કી કરવામાં આવ્યા છે. મૂવી હોલ અને થિયેટરોમાં મીઠું અને મસાલા સાથે તૈયાર પોપકોર્ન પર 5 ટકાના દરે GST વસૂલવામાં આવશે. જો કે, આ દરે GST ત્યારે જ લાગુ થશે જો તે ડબ્બાબંધ ન હોય.

GST Council Meeting GST Council meet Ready-to-eat popcorn will be costlier, GST rate will depend on packaging, flavour

GST Council Meeting GST Council meet Ready-to-eat popcorn will be costlier, GST rate will depend on packaging, flavour

 News Continuous Bureau | Mumbai

GST Council Meeting: તમે જયારે થિયેટરમાં ફિલ્મ જોવા જાવ ત્યારે ફિલ્મની સાથે પોપકોર્નની મજા પણ લેતા જ હશો. જો તમે પણ પોપકોર્નના શોખીન છો, તો હવે તમારા ખિસ્સા પર ભારે અસર જોવા મળી શકે છે. આજે જેસલમેરમાં GST કાઉન્સિલની 55મી બેઠકમાં પોપકોર્ન પર ટેક્સ રેટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમે અલગ-અલગ ફ્લેવરના પોપકોર્ન ખાઓ છો તો તમારે ફ્લેવર પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે.

Join Our WhatsApp Community

 GST Council Meeting: પોપકોર્ન ખાવા મોંઘા થશે 

મીડિયા અહેવાલો અનુસાર, ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ (AAC) બ્લોક્સ, જેમાં 50% થી વધુ ફ્લાય એશ હોય છે, તેને HS કોડ 6815 હેઠળ મૂકવામાં આવે છે. આ ફેરફાર બાદ આ બ્લોક્સ પર 18%ની જગ્યાએ 12% GST લાદવામાં આવશે.

ફોર્ટિફાઇડ ચોખાના કર માળખાને સરળ બનાવતા, કાઉન્સિલે તેના પર 5% GST વસૂલવાનું નક્કી કર્યું છે, પછી ભલે તેનો ઉપયોગ કોઈપણ હેતુ માટે કરવામાં આવે. તે જ સમયે, રેડી ટુ ઈટ પોપકોર્ન પર ટેક્સ રેટને લગતી સંપૂર્ણ વિગતો પણ બહાર આવી છે. સામાન્ય મીઠું અને મસાલા સાથે તૈયાર કરાયેલ પોપકોર્ન, જો પેકેજ્ડ અને લેબલ ન હોય તો, 5% GST લાગશે. જ્યારે જો તે પેકેજ્ડ અને લેબલ થયેલ હોય, તો આ દર 12% હશે. જ્યારે કેરેમેલ જેવી ખાંડમાંથી તૈયાર કરાયેલા પોપકોર્નને “સુગર કન્ફેક્શનરી”ની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે અને તેના પર 18% GST લાગશે.

GST Council Meeting: જૂના વાહનો પર જીએસટી દરમાં વધારો

તો બીજી તરફ ઇલેક્ટ્રિક વાહનો સહિત જૂના અને વપરાયેલા વાહનોના વેચાણ પર જીએસટી દર 12% થી વધારીને 18% કરવામાં આવ્યો છે. વીમા બાબતો પર નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ (GoM)ની બેઠકમાં આ મુદ્દા પર કોઈ સહમતિ ન હતી, તેથી તેને વધુ તપાસ માટે મોકલવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: GST Council Meeting: આમ જનતાને ઝટકો, સસ્તો નહીં થાય હેલ્થ અને ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ, સરકારે લીધો આ નિર્ણય..

GST Council Meeting: 148 વસ્તુઓ પર લાદવામાં આવેલા ટેક્સ રેટ પર પુનર્વિચાર 

જણાવી દઈએ કે કાઉન્સિલ 148 વસ્તુઓ પર લાદવામાં આવેલા ટેક્સ રેટ પર પુનર્વિચાર કરી રહી છે. તેમાં ઘડિયાળ, પેન, શૂઝ અને એપેરલ જેવી લક્ઝરી વસ્તુઓ પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. આ સિવાય સિન ગુડ્સ માટે અલગ 35% ટેક્સ સ્લેબ લાવવા પર ચર્ચા થઈ શકે છે. સ્વિગી અને ઝોમેટો જેવા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પર ટેક્સ રેટ 18% થી ઘટાડીને 5% કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

 

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version