News Continuous Bureau | Mumbai
સામાન્ય માણસને મોંઘવારીનો(Inflation) મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે GST કાઉન્સિલે(GST council) રાજ્યો પાસેથી 143 આઈટમ્સ પર ટેક્સ GST સ્લેબ(GST slab) વધારવાને લઈને સહેમતી માંગી છે.
GST કાઉન્સિલે ભલામણ કરી છે કે આમાંથી લગભગ 92 ટકા આઈટમ્સનાં ભાવ 18 ટકા GST ટેક્સ સ્લેબમાંથી હટાવી દઈને 28 ટકા ટેક્સ સ્લેબમાં સામેલ કરવામાં આવે.
જો રાજ્યો પાસેથી પણ આ સજેશન્સ પર સહેમતિ મળી જાય છે, તો આગામી મહિનાથી પાપડ, ગોળ(Jaggery) સહીત 143 ચીજ વસ્તુઓ માટે વધારે પૈસા ખર્ચ કરવા પડશે.
ઉલ્લેખનીય છે કે આગામી મહીને GST કાઉન્સિલની બેઠક(Meetiong) યોજાવાની છે.
આ સમાચાર પણ વાંચો : પ્રથમ ગ્રાસે મક્ષિકા.. સપ્તાહના પહેલા જ દિવસે શેરબજારમાં કડાકો, માર્કેટ લાલ નિશાનમાં બંધ; સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ ગગડ્યા
