Site icon

ઈ-કોમર્સ સેકટરમાં નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા સરકાર લેશે આ પગલું – GST કાઉન્સિલની બેઠક પર નજર

News Continuous Bureau | Mumbai 

વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ(e-commerce companies)ને દેશના નાના વેપારીઓ અને ઉદ્યોગ(Small buisness) સાહસિકો ટક્કર આપી શકે તે માટે ભારત સરકાર(Government of India) મહત્વનું પગલું લેવા જઈ રહી છે. ઓનલાઇન પ્લેટફોર્મ(Online platform) પર સામાન વેચતા નાના વેપારીઓને બહુ જલદી GST રજિસ્ટ્રેશનમાંથી(GST registration) છુટકારો મળે એવી શક્યતા નિર્માણ થઈ છે.

Join Our WhatsApp Community

કેન્દ્ર અને રાજ્ય સરકારોના(State Governments) વિવિધ રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે નાના ઓનલાઈન ટ્રેડરોને(Small online traders) રાહત આપવાથી ઈ-કોમર્સ ક્ષેત્રમાં તેઓ વિકાસને વેગ મળશે. તેથી સરકાર GST રજિસ્ટ્રેશનમાં રાહત અંગે વિચારી રહી છે. જો આવું થાય તો દેશની પાંચ વર્ષ જૂની પરોક્ષ કર પ્રણાલીમાં માળાખીય પરિવર્તન આવી શકે છે. પરંતુ સાથે જ દેશના માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. જે નાના વેપારીઓ હજી સુધી ડિજિટલ રીતે જોડાયા નથી, તેઓ ઓનલાઈન વ્યવસાય તરફ વળશે.

આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે કે ધનિકો પણ ભારે દેવામાં ડૂબેલા છે-જાણો અદાણી અને અંબાણી પર કેટલી લોન નું ભારણ છે.-જાહેર થયો રિપોર્ટ

હાલ 40 લાખ રૂપિયાથી વધુનું વાર્ષિક વેચાણ ધરાવતા ઓફલાઈન વેપારીઓને(Offline merchants) જ GST રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જયારે ઓનલાઇન વેપારીઓને તેમના વાર્ષિક વેચાણને ધ્યાનમાં લીધા વિના જ GST માટે ફરજિયાત રીતે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જો નાના ઓનલાઈન વેપારીઓને GST રજિસ્ટ્રેશનમાં રાહત આપવાની દરખાસ્ત મંજૂર થઈ જાય તો  ઓનલાઈન અને ઓફલાઈન બંને બિઝનેસ કલાસને(Business class સમાન તક મળશે એવું વેપારીઓનું માનવું છે.

ભારતમાં એક અંદાજ મુજબ 63 લાખથી વધુ અસંગઠિત, બિન ખેતી માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ ઈન્ડસ્ટ્રી (MSME) છે. તેઓ દેશના કુલ અર્થતંત્રના ત્રીજા ભાગનું યોગદાન આપે છે.તેમાંથી 23 લાખથી વધુ વેપારીઓ છે અને લગભગ 20 લાખ ઉત્પાદકો છે. GST રજિસ્ટ્રેશનમાંથી છૂટકારો મળે તો આ લોકો પણ ડિજિટલ વ્યવસાય તરફ વળી શકે છે.
 

Lenskart IPO: લેન્સકાર્ટ ને આપી સેબીએ આઇપીઓ લાવવાની મંજૂરી, અધધ આટલા કરોડ એકઠા કરશે કંપની
RBI: આરબીઆઈનો આ નિયમ આવતીકાલથી લાગુ, જાણો શું છે ચેક ને લગતો આ નિયમ
Robert Kiyosaki: વોરન બફેટના વલણ પર રોબર્ટ કિયોસાકીનું એલર્ટ, સોના અને ચાંદી ને લઈને કર્યો આવો દાવો
Gold Price Today: દશેરા પછીના દિવસે સોનાં-ચાંદીના ભાવમાં ઘટાડો, રોકાણકારો માટે સાવચેત રહેવાની સલાહ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
Exit mobile version