Site icon

GST ટેક્સ ક્રેડિટના ઉપયોગ પર પ્રતિબંધથી વેપારીઓ મુશ્કેલીમાઃ જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022         

મંગળવાર.

ગૂડ્સ સર્વિસ ટેક્સ( GST) ટેક્સ ક્રેડિટ સંબંધિત નિયમો સામાન્ય બજેટમાં કડક બનાવવામાં આવ્યા છે. આનાથી વેપારીઓને તેમની ટેક્સ ક્રેડિટ મેળવવાનું મુશ્કેલ બનશે. નવા નિયમ હેઠળ રાજ્યમાં લાખો વેપારીઓ આવે છે. ટેક્સ ક્રેડિટના નિયમો વધુ આકરા થતાં વેપારીઓની  ચિંતા વધી ગઈ  છે.

 કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના કહેવા મુજબ બજેટમાં GST ઈનપુટ ટેક્સ ક્રેડિટમાં નવા પ્રતિબંધિત નિયમથી રાજ્યના વેપારીઓની ચિંતા વધી છે. નવા નિયમ અનુસાર, જો વેપારી સપ્લાય GSTR-1નું રિટર્ન ફાઇલ કર્યા પછી GSTR 3B ફાઇલ કરવામાં વિલંબ કરે છે, તો તે તેના ટેક્સ ફાઇલ કરવા માટે તેના ખાતામાં દેખાતી ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કરી શકશે નહીં.  વેપારીઓને બીજા વેપારીઓની ભૂલનો ભોગ બનવું પડી શકે છે.

પાંચ વર્ષમાં ઘઉં, ચોખા કેટલા મોંધા થયા? કેન્દ્ર સરકારે આપી માહીતી જાણો વિગત,

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝ મુજબ સરકારના દાવા મુજબ આ જોગવાઈથી વેપારીઓને સમયસર અને નિયમિત રીતે વેરો અને ઈનપુટ ટેક્સ ભરવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. અગાઉ તેમને મુક્તિ આપવામાં આવી હતી. હવે આપવામાં આવેલી છૂટ બંધ કરી થોડી કડક કરવામાં આવી છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) પદાધિકારીઓના કહેવા મુજબ નવી જોગવાઈઓ અનુસાર, જો અનેક વ્યવસાયિક સંસ્થાઓ પાસે એક PAN નંબર પર GST નોંધણી હોય, તો તે તેના ખાતામાં બાકી રહેલી રકમમાંથી અન્ય પેઢીનો કર જવાબદારી ચૂકવી શકે છે.
 

Exit mobile version