Site icon News Continuous Bureau | Mumbai

Guar Complex: સ્ટોકિસ્ટોની માગ ઘટતા ગુવાર કોમ્પ્લેક્ષમાં તેજીને બ્રેક: વાયદાનાં સ્પ્રેડમાં ૧૬ ટકા સુધીનું વળતર

નિરાશા માણસને નાસીપાસ કરે છે જ્યારે આશા તમને સમસ્યા હલ કરવાનો માર્ગ દેખાડે છે

Guar Complex સ્ટોકિસ્ટોની માગ ઘટતા ગુવાર કોમ્પ્લેક્ષમાં તેજીને બ્રેક વાયદાનાં સ્પ્રેડમાં ૧૬

Guar Complex સ્ટોકિસ્ટોની માગ ઘટતા ગુવાર કોમ્પ્લેક્ષમાં તેજીને બ્રેક વાયદાનાં સ્પ્રેડમાં ૧૬

News Continuous Bureau | Mumbai

Guar Complex નિરાશા માણસને નાસીપાસ કરે છે જ્યારે આશા તમને સમસ્યા હલ કરવાનો માર્ગ દેખાડે છે. કોમોડિટીનાં કારોબારમાં હાલમાં ગુવાર કોમ્પ્લેક્ષના ભાવની વધઘટમાં જેના પાસાં ઉંધા પડતા હોય તેમણે નિરાશ થવાને બદલે વ્યાજબી નફો ક્યાં મળે તે જોવાની જરૂર છે. વાયદાનાં રોકાણકારોને હાલમાં એનસીડેક્સનાં કેલેન્ડર સ્પ્રેડના સોદામાં એટલે કે બે જુદા-જુદા મહિનાનાં વાયદાનાં ભાવના તફાવત ઉપર નજર રાખવાની જરૂર છે. કારણ કે ગુવાર સીડમાં હાલમાં રોકાણકારોને વાર્ષિક ૧૪ ટકા જેટલું અને ગુવાર ગમમાં ૧૬ ટકા સુધીનું વળતર મળે છૈ. એ વાત સાચી છે કે હાલમાં ગુવાર ગમ અને સીડનાં હાજર તથા વાયદાનાં ભાવમાં થતી અણધારી વધઘટમાં ભલભલાં થાપ ખાઇ જાય તેવી સ્થિતી છે.

Join Our WhatsApp Channel

નવા વર્ષના પ્રારંભે એટલે કે બીજી જાન્યુઆરી-૨૦૨૬ નાં રોજ ગુવાર સીડનાં ભાવ ક્વિન્ટલ દિઠ ૬૨૦૦ રૂપિયા હતા જે મહિનાનાં અંતે એટલે કે ૨૯ મી જાન્યુઆરી-૨૦૨૬ નં રોજ ઘટીને ૫૪૦૦ રૂપિયાની સપાટી દેખાડતા હતા. આજરીતે ગુવાર ગમનાં ભાવ ૧૨૦૦૦ રૂપિયાની સપાટીએ થી ઘટીને એક સમયે ૯૮૦૦ રૂપિયા થઇ ગયા હતા. ડિસેમ્બરનાં અંતિમ સપ્તાહમાં જ્યારે ભાવ સતત વધી રહ્યા હતા ત્યારે ગુવાર સીડનાં ભાવ ૬૫૦૦ રૂપિયા થવાની સૌ વાતો કરતા હતા.

કારોબાર રોકાણકારોની ગણતરી જુદી હોય છે જ્યારે વેપારીઓ, મિલરો અને ખેડૂતોની ગણતરી અલગ હોવી જોઇએ. એ સમયે જે વેપારીઓઐ વ્યાજબી નફા સાથે પોતાની પોઝીશન હળવી કરી નાખી તેઓ આજે ખુશ હશે. આંકડાનું ગણીત એવું સુચવે છે કે ખેડૂતો આ વખતે ઉછાળે માલ વેચતા રહેશે તો લાભમાં રહેશે. વર્ષ ૨૦૨૫-૨૬ ની સિઝનના પ્રારંભે ગુવાર ગમ અને સીડનો મળીને કુલ પાંચ લાખ ટનનો સ્ટોક હોવાનો અંદાજ છે જે ગત વર્ષે ૪.૩૯ લાખ ટનનો હતો. આ ઉપરાંત ગત વર્ષના ૧૦.૨૫ લાખ ટનનાં ઉત્પાદનની સરખામણીએ આ વર્ષે ૧૦ લાખ ટન રહેવાનું અનુમાન છે. જ્યારે વપરાશ ૧૦ લાખ ટનનો રહેવાની ધારણા છે. પરિણામે માર્કેટેબલ સરપ્લસ આ વખતે વધીને ૧૫ લાખ ટન સુધી જવાની સંભાવના હોવાથી અચાનક કોઇ નિકાસકારોની ખરીદી ન નીકળે તો લાંબી તેજી થઇ શકે નહીં. આવા સંજોગોમાં ખેડૂતોએ બહુ મોટા નફાની લાલચમાં વ્યાજબી નફો ગુમાવવો ન પડે તેનું ધ્યાન રાખવું પડશે.

હાલમાં વાયદાના વેપારની સાથે ઓપ્શનના કરાર પણ ચાલે છે જે ખેડૂતો માટે વરદાનરૂપ છે, ખેડૂતોમાં આ અંગેની જેમ જાણકારી વધૈ છે એમ તેમાં કારોબાર વધતા જાય છે. વળી ગવાર સીડ અને ગુવાર ગમના ઓપ્શન વાયદાના સોદા સાથે જ સેટલ થતા હોવાથી લિક્વીડીટીની સમસ્યા રહેતી નથી. એનસીડેક્સ ખાતે ગુવાર સીડમાં દરેરાશ દૈનિક ૩૨૫ કરોડ રૂપિયાનાં અને ગુવાર ગમમાં ૩૦૦ કરોડનાં કારોબાર થાય છે જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ ૭૨૦૦૦ ટન અને ૬૫૦૦૦ ટનનાં છે.

આ સમાચાર પણ વાંચો : Budget Passing Process: સંસદમાં બજેટ કેવી રીતે પસાર થાય છે?જાણો રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ

વૈશ્વિક બજારમાં જીયોપોલિટીકલ અંધાધૂંધીના કારણે ક્રુડતેલનાં પુરવઠા ઉપર સૌની નજર મંડાયેલી છે. જેની સીધી અસર ગુવાર ગમની માંગ ઉપર પડે છે. કારણ કે ક્રુડતેલના ડ્રીલીંગમાં હવે મોટાપાયે ગુવાર ગમનો ઉપયોગ થઇ રહ્યો છે તેથી જો ક્રુડતેલનું ઉત્પાદન વધે તો ગુવાર ગમની માગમાં પણ વધારો થતો હોય છે. ગત ડિસેમ્બર મહિનામાં શેલ કંપનીઓની માગ વધવાની ધારણા સાથે સ્ટોકિસ્ટોઐ મોટાપાયે ગુવારગમનો સ્ટોક કરવાનું ચાલુ કર્યુ હતું. પરંતુ આ અનુમાન સાચુ પડ્યુ નહી તેથી સ્ટોકિસ્ટો પણ ધીમા પડી ગયા છે.

જો કે ક્રુડતેલના આ ખેલમાં ગુવાર સીડના ખેડૂતોઐ પોતાના ભાવનું જોખમ લેવાય નહીં. અગાઉ પણ જણાવ્યું હતું કે આ છેતરામણી ચાલ છે. જે અચાનક તેજી પણ કરી શકે અને લાંબો સમય મંદી પણ રાખી શકે છે. તેથી ખેડૂતોએ અને નાના વેપારીઓઐ પોતાના વ્યાજબી નફા સાથે ધંધો કરીને નીકળી જવામાં ફાયદો રહેશે.

SEBI Nomination Rules ડીમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ધારકો ચેતી જજો! સેબીના નવા નિયમો બદલી નાખશે રોકાણ કરવાની રીત
Sugar price hike Delhi to Mumbai તહેવારો પહેલા જ ગળપણ થઈ ગયું મોંઘું, દિલ્હીથી મુંબઈ સુધી ખાંડના ભાવ માં ઉછાળો
Made in India Jewellery ગ્લોબલ માર્કેટમાં ચમકશે ભારતીય જ્વેલરી! મુંબઈમાં જ્વેલરી શોનો પ્રારંભ, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આભૂષણ ઉદ્યોગને આપી ખાસ સલાહ
IIJS Bharat Premiere 2026 ભારત બનશે રફ ડાયમંડનું વૈશ્વિક હબ… મુંબઈમાં 42મી જ્વેલરી એક્ઝિબિશનનો પ્રારંભ, રત્ન અને આભૂષણ ઉદ્યોગને મળશે નવી વૈશ્વિક તકો
Exit mobile version