કોરોનાની વિશ્વભરમાં સામાજિક-આર્થિક અને ખાસ કરીને વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં જુદા-જુદા વેપારી અને ઉદ્યોગકારોએ ગત એપ્રિલ થી આજ સુધીમાં 21,400 જીએસટી નંબરો રદ કરાવી દીધા છે.
જીએસટીનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ જે કુલ 21,400 જીએસટી નંબરો રદ કરાયા છે તેમાંથી 95 ટકા જેટલા નંબરો વેપારીઓ દ્વારા સામેથી નંબર રદ કરવા માટે કરાયેલી અરજીનાં આધારે કરવામાં આવ્યા છે.