News Continuous Bureau | Mumbai
દેશની સૌથી મોટી ખાનગી બેંક અને દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ આજે મર્જરની જાહેરાત કરી છે.
આ ડીલ અંતર્ગત HDFC બેન્કમાં HDFCનો 41% હિસ્સો હશે. આ મર્જરમાં કંપનીના શેરહોલ્ડર્સ અને ક્રેડિટર્સ પણ સામેલ થશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રસ્તાવિત ડીલનો હેતુ HDFC બેન્કના હાઉસિંગ લોનના પોર્ટફોલિયોને સારો બનાવવો અને તેના હાલના કસ્ટમર બેઝને વધારવાનો છે.
HDFC અને HDFC બેન્કનું આ મર્જર નાણાંકીય વર્ષ 2024ના બીજા કે ત્રીજા ત્રિમાસિક સુધીમાં પૂર્ણ થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : શેર બજારમાં કારોબારી સપ્તાહની શાનદાર શરૂઆત, લીલા નિશાનમાં ખુલ્યું માર્કેટ; આટલા પોઇન્ટ ઉછળ્યા સેન્સેક્સ નિફ્ટી… .
