News Continuous Bureau | Mumbai
ભારતની ખાનગી ક્ષેત્રની(Private sector) સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની(Housing Finance Company) HDFCએ હોમ લોનના(Home loan) વ્યાજ દરોમાં(interest rates) ફરી વધારો કર્યો છે.
હોમ લોન પર રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)માં 5 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.
આ વધારા બાદ વર્તમાન લોનધારકો અને નવા ગ્રાહકો માટે હોમ લોન મોંઘી થશે અને તેઓએ હવે વધુ EMI ચુકવવા પડશે.
હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC)ના નવા વ્યાજના દરો 1 જૂન, 2022થી અમલી બની ગયા છે.
ઉલ્લેખનીય છે કે એક મહિનામાં ગૃહ ધિરાણ(Home Finance) કરતી કંપની દ્વારા આ ત્રીજો વધારો છે.
આ સમાચાર પણ વાંચો : LICના શેરમાં સતત ઘટાડો- ઘટાડાના પગલે કંપનીને થયું મોટું નુકસાન- રોકાણકારોએ ગુમાવ્યા અધધ આટલા કરોડ