Site icon News Continuous Bureau | Mumbai

આંખો ને ચકાચૌંધ કરી દેતી આ ભારતીય લાલ ‘રિંગ; ડાયમંડ વેંચાયો 20 કરોડમાં…. જુઓ તેની ખુબસુરતી અને જાણો શા માટે આટલી કિંમત મળી…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Channel

30 નવેમ્બર 2020

એક હીરાને કારણે ભારત ફરી એકવાર વિશ્વમાં ચર્ચાનું કારણ બન્યું છે. 1.05 કેરેટના જાંબુડિયા-લાલ રંગનો અતિ દુર્લભ હીરો તાજેતરમાં ખૂબ મોંઘા ભાવે વેચાયો. આ હીરાએ જિનીવામાં પ્રખ્યાત ક્રિસ્ટીની હરાજીમાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. હીરાની કિંમત છે  તે 2.77 મિલિયન ડોલર.. જે લગભગ રૂપિયામાં 20 કરોડ થાય છે.

લંબચોરસ આકારમાં કાપેલા ફેન્સી ડાયમંડ રિંગની કિંમત, તેના વિશિષ્ટ રંગના કારણે છે. સામાન્ય રીતે હીરા દુધિયા સફેદ રંગમાં જોવા મળતા હોય છે. પરંતુ આ કુદરતી હીરાનો રંગ છે પારદર્શક લાલ.. આ હીરાને એક પ્લેટિનમમા બે હૃદય-આકારના હીરા દ્વારા જડવામાં આવ્યો છે.

લાલ રંગના હીરા તેમની દુર્લભ ઘટનાને કારણે બધા હીરામાં સૌથી વધુ ખર્ચાળ માનવામાં આવે છે. લાલ હીરામાં જોવા મળતો રંગ ચર્ચાનો વિષય છે. ઘણા રત્ન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, "આ રંગ હીરાની રચનામાં ગ્લાઇડિંગ પરમાણુઓની હાજરીને આભારી છે. હીરાની રચના દરમિયાન તે ખૂબ જ દબાણથી પસાર થાય છે જે તેની અણુ બંધારણમાં ફેરફાર કરે છે જે રત્નને એક ખાસ રંગ આપે છે."

Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
India Crude Oil Imports ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો દબદબો યથાવત સસ્તા તેલની ખરીદીમાં ફરી જોરદાર ઉછાળો, નવા સપ્લાયર્સ પણ રેસમાં
India Joins 6G Global Alliance 5G પછી 6G ની તૈયારી ભારતે અમેરિકા સહિત ૨૪ દેશો સાથે હાથ મિલાવ્યા; સેમિકન્ડક્ટર અને AI સેક્ટરમાં આવશે નવી ક્રાંતિ
Exit mobile version