Site icon

Hero Moto Corp: હીરો મોટો કોર્પને આવકવેરા મામલામાં મળી મોટી રાહત, ITATએ ₹2337 કરોડની ટેક્સ ડિમાન્ડ હવે ફગાવી દીધી.. જાણો વિગતે…

Hero Moto Corp: આકારણી વર્ષ 2011-12 માટે હીરો મોટોકોર્પ પાસેથી આ ટેક્સની માંગણી કરવામાં આવી હતી. કંપનીને 24 જુલાઈના રોજ ITATની દિલ્હી બેંચ તરફથી આ નિર્ણય સાથે સંબંધિત આદેશ મળ્યો હતો. આ મામલો હીરોના હોન્ડા સાથેના જોઈન્ટ વેન્ચર સાથે સંબંધિત છે. કંપનીને આવકવેરા વિભાગ તરફથી આકારણી વર્ષ 2013-14 થી 2017-18 અને નાણાકીય વર્ષ 2019-20 માટે અંદાજે રૂ. 605 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી હતી.

Hero Moto Corp Good news for Hero MotoCorp! ITAT has now rejected the tax demand of ₹2337 crore..

Hero Moto Corp Good news for Hero MotoCorp! ITAT has now rejected the tax demand of ₹2337 crore..

News Continuous Bureau | Mumbai

Hero Moto Corp:  દેશની ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પને હવે આવકવેરાના ( Income Tax ) મામલામાં મોટી રાહત મળી છે. ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે તાજેતરમાં એક ઓર્ડરમાં કંપનીને આ રાહત આપી છે અને રૂ. 2300 કરોડથી વધુની ટેક્સ ડિમાન્ડના ઓર્ડરને ( Tax Demand Order ) રદ કરી દીધો છે. કંપનીએ સત્તાવાર રીતે આ જાણકારી આપી છે. 

Join Our WhatsApp Community

હીરો મોટો કોર્પે ગુરુવાર, 25 જુલાઈના રોજ એક નિયમનકારી ફાઈલિંગમાં ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ( ITAT ) ના તાજેતરના નિર્ણય વિશે સ્ટોક એક્સચેન્જોને ( stock exchange ) જાણ કરી હતી. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ITAT એ રૂ. 2,336.71 કરોડના ટેક્સ ડિમાન્ડનો ઓર્ડર હવે રદ કર્યો છે, જે આવકવેરા વિભાગ દ્વારા આકારણી વર્ષ 2021-22 માટે કંપનીને મોકલવામાં આવ્યો હતો.

Hero Moto Corp: હવે આવકવેરા ડિમાન્ડ ઓર્ડરને અમાન્ય જાહેર કર્યો છે….

 કંપનીના જણાવ્યા અનુસાર, ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે તેના તાજેતરના આદેશમાં તેની અપીલને માન્ય રાખી છે અને આવકવેરા ડિમાન્ડ ઓર્ડરને અમાન્ય જાહેર કર્યો છે. આ રીતે હીરો મોટો કોર્પ તરફથી કરવામાં આવેલી રૂ. 2,300 કરોડથી વધુની ટેક્સ ડિમાન્ડ હવે અમાન્ય બની ગઈ છે. નોંધનીય છે કે, હીરો મોટો કોર્પે આવકવેરા વિભાગના ટેક્સ ડિમાન્ડ ઓર્ડર સામે એપેલેટ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી.

આ મામલો લગભગ એક દાયકા પહેલા ભારતીય કંપની હીરો અને જાપાનીઝ કંપની હોન્ડા વચ્ચેના સંયુક્ત સાહસને અલગ પાડવા સાથે સંબંધિત છે. અગાઉ હીરો અને હોન્ડા હીરો, હોન્ડા નામથી જોઈન્ટ વેન્ચર ચલાવતા હતા અને ભારતીય બજારમાં હીરો હોન્ડા ( Hero Honda ) બ્રાન્ડ નામ હેઠળ ટુ-વ્હીલર વેચતા હતા. આ જોઈન્ટ વેન્ચર 2010 માં સમાપ્ત કરવામાં આવ્યું હતું. તે સમયે હસ્તાક્ષર કરાયેલા સોદા હેઠળ, હોન્ડાએ જોઈન્ટ વેન્ચરમાં તેનો સંપૂર્ણ હિસ્સો હીરો જૂથને વેચી દીધો હતો. ત્યારથી, Hero Group અને Honda બંને ભારતીય બજારમાં અલગ-અલગ ટુ-વ્હીલરનો બિઝનેસ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Gold-Silver Prices: કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડા બાદ સોના-ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઘટાડો, 3 દિવસમાં સોનું રૂ.5000 અને ચાંદી રૂ.6,400 થયું સસ્તું, જાણો વિગતે….

જોઈન્ટ વેન્ચર હીરો હોન્ડા મોટર લિમિટેડમાં હોન્ડાની 26 ટકા ભાગીદારી હતી. તો હીરો ગ્રુપની હીરો ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે રૂ. 3,841.83 કરોડમાં હોન્ડાનો 26 ટકા હિસ્સો (5.19 કરોડ શેર) ખરીદ્યો હતો. આ સોદો શેર દીઠ રૂ. 739 ના દરે ઓફ-માર્કેટ કરવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગની ટેક્સ ડિમાન્ડ આ જ ડીલ સાથે સંબંધિત હતી. જો કે, હીરો કંપનીએ કહ્યું હતું કે, તેમણે આ ડીલ સામે બાકીની ટેક્સની રકમ ચૂકવી દીધી છે.

 

Operation Safe Return:હોર્મુઝના સંકટ વચ્ચે ભારતની મોટી સફળતા: LPG જહાજ ‘ગ્રીન આશા’ સુરક્ષિત રીતે પરત ફર્યું, હવે માત્ર ‘જગ વિક્રમ’ ની રાહ!
Gold Hallmarking Rules: સોનું ખરીદતા પહેલા સાવધાન! નકલી હોલમાર્કવાળા દાગીના વેચનારાઓ પર સરકારની તરાપ, લાવી રહી છે કડક નિયમો
Air India Tel Aviv Flights Suspended: યુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય: ૩૧ મે સુધી તેલ અવીવની તમામ ફ્લાઈટ્સ રદ, ૪૦,૦૦૦ લોકોને લાગ્યો ઝટકો
LPG Supply Update:LPG સપ્લાય અંગે ઇન્ડિયન ઓઇલનું મોટું અપડેટ: દેશભરમાં ગેસ વિતરણ વ્યવસ્થા સુચારૂ રાખવા માટે કરાઈ ખાસ તૈયારી
Exit mobile version