Site icon

આ દિવાળી પર માત્ર 2500ના EMI પર ઘરે લઈ આવો હીરો સ્પેન્ડર, સાથે મળી રહ્યાં છે અનેક ફાયદા

News Continuous Bureau | Mumbai

Hero MotoCorpની બાઇક પર ઘણી ઑફર્સ આપી રહી છે. દિવાળી પર તમે ઓછા EMI અને ઝીરો ઇનટ્રસ્ટ પર ઘરે સ્પ્લેન્ડર અને પેશન જેવી બાઇક લાવી શકો છો. કંપની કેશબેકથી લઈને એક્સચેન્જ બેનિફિટ આપી રહી છે. તમે આ ઓફરનો લાભ લઈ શકો છો.

Join Our WhatsApp Community

દિવાળીના તહેવાર પર ઘણી કંપનીઓ તેમની પ્રોડક્ટ પર જબરદસ્ત ઓફર્સ આપી રહી છે. Hero Motocorp, ભારતની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની તેની સૌથી પોપ્યુલર બાઇક સ્પ્લેન્ડર સહિત અનેક બાઇક પર શાનદાર ઓફર્સ આપી રહી છે. તમે હીરોની આ ઓફરનો લાભ લઈ શકો છો. કંપની એક્સચેન્જ બેનિફિટ્સથી લઈને કેશબેક સુધીની ઑફર્સ આપી રહી છે. આ ઓફર 31મી ઓક્ટોબર સુધી માન્ય રહેશે. Splendor ઉપરાંત તમે Passion અને Xtreme પર પણ ઑફર્સ મેળવી શકો છો.

Hero MotoCorp પર કઇ ઓફર

તમને Hero MotoCorp બાઇક પર રૂપિયા 5000નો એક્સચેન્જ બેનિફિટ મળી રહ્યો છે. આ સિવાય તમે 8999 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર હીરોની બાઇક તમારા ઘરે લાવી શકો છો. કંપની માત્ર રૂપિયા 2499ના માસિક EMI પર બાઇક ખરીદવાની તક આપી રહી છે અને તમે આ દિવાળીએ શૂન્ય વ્યાજ દરે હીરોની મોટરસાઇકલ તમારા ઘરે લાવી શકો છો.

કેશબેક મળશે

હીરો બાઈક ખરીદવા પર તમને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કાર્ડ પર પાંચ ટકા સુધીનું કેશબેક મળશે. કંપની આ તહેવારોની સિઝનમાં તમામ પ્રકારની ઑફર્સ આપીને ગ્રાહકોને બાઇક ખરીદવા માટે આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. કોવિડ બાદથી ઓટોમોબાઈલ સેક્ટરનો બિઝનેસ ધીમે ધીમે પાટા પર આવી રહ્યો છે. જો કે, ટુ વ્હીલરના વેચાણમાં હજુ સંપૂર્ણ વધારો થયો નથી.

નવું સ્પ્લેન્ડર લોન્ચ કરવામાં આવ્યું

હીરો સ્પ્લેન્ડર લોકોમાં 'જનતા કી મોટરસાઇકલ' તરીકે લોકપ્રિય છે. Hero MotoCorpએ તાજેતરમાં તેની નવી આવૃત્તિ Hero Splendor+ XTEC લૉન્ચ કરી છે. નવા Hero Splendor+ XTECમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, ડિજિટલ મીટર, રીઅલ ટાઇમ માઇલેજ ઇન્ડિકેટર, કૉલ અને એસએમએસ એલર્ટ, ફ્યુઅલ ઇન્ડિકેટર, LED હેડલેમ્પ્સ, યુએસબી ચાર્જર, સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ-ઑફ અને સ્ટોપ-સ્ટાર્ટ સિસ્ટમ જેવી નવી વય સુવિધાઓ મળે છે.

કેટલું વેચાણ થયું?

Hero MotoCorp એ સપ્ટેમ્બર 2022 માં સ્થાનિક બજારમાં બાઇકના કુલ 5,07,690 યુનિટ્સનું વેચાણ કર્યું છે. સપ્ટેમ્બર 2021માં આ આંકડો 5,05,462 હતો. Hero MotoCorp ભારતમાં સૌથી વધુ વેચાણ કરતી કંપની બની રહી છે.

Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Exit mobile version