Site icon

સોનાના ભાવ ઘટયા પરંતું ગોલ્ડ ETF માં રોકાણ વધ્યું. એનું કારણ શું છે તે અહીં જાણો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
12 ઓક્ટોબર 2020

ભારતીય સંસ્કૃતિમાં સોનાનો મહિમા અપાર છે. મંદિરોમાં ભગવાનથી લઈને સામાન્યમાં સામાન્ય માણસ સુધ્ધાં સોનાને સંકટ સમયની સાંકળ માને છે. ગોલ્ડ ઈટીએફમાં વિક્રમજનક રોકાણ આવ્યાથી 2008 અને 2016ની ઘટનાનું સપ્ટેમ્બર 2020 મહિનામાં પુનરાવર્તન થયું છે. 'એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ' હેઠળના ગોલ્ડ ઈટીએફનું હોલ્ડીંગ બે ટકા અથવા 68.1 ટન વધ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે ગોલ્ડ ઈટીએફ ઇન્ફ્લોનો સપ્ટેમ્બર અહેવાલ રજુ કરીને કહ્યું હતું કે સોનાના ભાવ ઘટ્યા હોવા છતાં, રોકાણકારોએ ગોલ્ડ ઈટીએફમાં ઠાલવેલા નાણાએ નવો વિક્રમ સર્જાયો છે. 

Join Our WhatsApp Community


નોંધનીય છે કે, અમેરિકા કરતા યુરોપીયન રોકાણકારોમાં ફીઝીકલ બુલિયન ખરીદવાનો દુરાગ્રહ વધુ હોય છે, અને તેથી જ એશિયનોની માફ્ક આખા જગતમાં ઈટીએફમાં રોકાણ એ બીજો વિકલ્પ હોય છે. યુરોપીયનો અને એશિયન રોકાણકારો પોતાનાં પૂર્વજોની માફક સરકારો નિષ્ફળ જાય, કરન્સી મુલ્ય ઘટી જાય કે ભૂ-રાજકીય સમસ્યા સર્જાય તેવા સમયે સોના-ચાંદીને સંકટ સમયની સાંકળ સમજે છે. તેઓ હજુ પણ ઈટીએફને, અન્યોને સોપેલું અને કાગળ પરનું વચન ગણે છે. 
સોનાના ભાવ એપ્રિલથી જુલાઈ દરમિયાન 22 % વધ્યા હતા. ત્યાર પછી ૭ ઓગસ્ટે ભાવ ૨૦૮૯.૭ ડોલરની ઐતિહાસિક ઉંચાઈએ પહોચ્યો હતો. સોનામાં કામકાજનું પ્રમાણ સપ્ટેમ્બરમાં ઘટીને ૧૯૯ અબજ ડોલરનું રહી ગયું હતું જે ઓગસ્ટમાં ૨૮૮ અબજ ડોલરનું હતું.  છતાં ગોલ્ડ ઈટીએફમાં રોકાણ ધરખમ વધ્યું આનો અર્થ એ થાય કે સોનામાં લાંબાગાળાની વ્યુહાત્મક તેજીની પોઝીશન સતત બદલાઈ રહી છે. હાલ કોરોનાને કારણે વ્યાપેલી અનિશ્ચિતતાં એ પણ લોકોને ગોલ્ડ ETF ના રોકાણ તરફ વાળ્યા છે.

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version