Site icon

કામના સમાચાર. હવે રેસ્ટોરન્ટ આપની પરવાનગી વગર સર્વિસ ચાર્જ નહીં લઈ શકે. આ વિભાગે કરી સ્પષ્ટતા… જાણો વિગતે…

 News Continuous Bureau | Mumbai

આપણે સામાન્ય રીતે રેસ્ટોરાં(Restaurant)માં જતા હોય છે ત્યારે લાંબા લચક બિલની સાથે અનેક પ્રકારના ટેક્સ(Tax)ની રકમ પણ તેમા જોડાયેલી હોય છે. જોકે હવે જ્યારે તમે રેસ્ટોરાંમાં જાવ છો તો બિલની ચુકવણી (Bill payment) દરમિયાન તમારે તેમાં જોડવામાં આવેલો સર્વિસ ચાર્જ(Service charge) ના ચૂકવવો હોય તો તમે બિન્દાસ ના પાડી શકશો. 

Join Our WhatsApp Community

કેન્દ્ર સરકાર(Central govt)ના ગ્રાહકોનો બાબતો, અન્ન અને જાહેર પુરવઠા મંત્રાલયે(Ministry of Consumer Affairs, Food and Public Distribution)કહ્યું છે કે રેસ્ટોરન્ટસ ગ્રાહકો(customer)ને સર્વિસ ચાર્જ ચૂકવવાની ફરજ પાડી ન શકે, કારણ કે આ ગ્રાહકોની ઈચ્છા પર નિર્ભર કરતું સ્વૈચ્છિક પેમેન્ટ છે.

આ સમાચાર પણ વાંચો :  ના હોય! કોવિડ મહામારીએ દર 30 કલાકે એક નવો અબજોપતિ બનાવ્યો… ઓક્ઝમનો ચોંકાવનારો અહેવાલ… જાણો વિગતે.

મંત્રાલયના ગ્રાહકોની બાબતોના વિભાગે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા(National Restaurant Association of India)ના પ્રમુખને લખેલા પત્રમાં ચેતવણી આપી છે કે રેસ્ટોરન્ટો અને હોટલો(Restaurants and hotels)એ ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ જબરદસ્તીથી વસૂલ કરવો નહીં.

તેથી હવે હોટેલ-રેસ્ટોરાંમાં જાઓ ત્યારે બિલ ચૂકવતા સમયે સરકારની આ સૂચનાને ચોક્કસ યાદ રાખજો.

Gold, Silver Prices Today: ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! એક જ દિવસમાં ₹૨૩,૦૦૦ સુધીનો વધારો; અમદાવાદ-મુંબઈના ઝવેરી બજારમાં ખળભળાટ
Gold Price Today: રોકાણકારો માલામાલ, ખરીદદારો બેહાલ! સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; ૨૬ જાન્યુઆરીએ ચાંદીમાં પણ જોવા મળ્યો મોટો ઉછાળો
Petrol-Diesel Price Today:૨૬ જાન્યુઆરીએ પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું કે મોંઘું? પ્રજાસત્તાક પર્વે તેલ કંપનીઓએ જાહેર કર્યા નવા ભાવ; જાણો તમારા શહેરની સ્થિતિ
Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Exit mobile version