Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારથી નારાજ થાણેના હૉટેલિયરોએ લીધો આ નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મહારાષ્ટ્ર સરકારે બ્રેક ધ ચેઇન હેઠળ દુકાનોને ખુલ્લી રાખવાનો સમય વધારી આપ્યો છે, પરંતુ હૉટેલ અને રેસ્ટોરાંને સાંજના ચાર વાગ્યા સુધી જ ગ્રાહકો માટે ખુલ્લા રાખવાની અને ત્યાર બાદ પાર્સલ માટેની મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણય સામે મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રના તમામ હૉટેલ અને રેસ્ટોરાંના માલિકો નારાજ થઈ ગયા છે. સરકારના નિર્ણય સામે વિરોધ દર્શાવવા 10 ઑગસ્ટના હૉટેલિયરોએ મૂક મોરચો કાઢવાની જાહેરાત કરી છે, તો થાણેના હૉટેલ માલિકોએ આવતા અઠવાડિયાથી એક અઠવાડિયા માટે સ્વૈચ્છિક રીતે હૉટેલો બંધ રાખવાની જાહેરાત કરી છે.

રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી જાહેર : EMI પર હાલ કોઇ રાહતનાં સંકેત નહીં, આરબીઆઈએ સતત સાતમી વખત વ્યાજદર યથાવત રાખ્યો

થાણેના મ્યુનિસિપલ કમિશનરને સાંજે ચાર વાગ્યા સુધીની મર્યાદા દૂર કરવાની માગણી પણ કરવામાં આવી છે. હૉટેલિયરો થાણે પાલિકા કમિશનરને મળીને હૉટેલો ખોલવાનો સમય લંબાવી આપવાની વિનંતી કરવાના છે. જો પાલિકાએ તેમની માગણી મંજૂર નહીં કરી તો થાણેમાં આવતા અઠવાડિયાથી તમામ હૉટેલ અને રેસ્ટોરાં એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક રીતે બંધ પાળવાની જાહેરાત થાણેના હૉટેલિયરોએ કરી છે.

RBI Paytm Payments Bank પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર પૂર્ણવિરામ! રિઝર્વ બેંકે કાયમ માટે છીનવી લીધો બેન્કિંગ દરજ્જો જાણો વૉલેટ અને ફાસ્ટેગ યુઝર્સ પર શું થશે અસર
Elon Musk Starlink India Spectrum Row ભારતીય ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો આક્ષેપ, સરકારે આપ્યો આ જવાબ
UPI Transaction Charges Deferred દિવાળીનવરાત્રિમાં UPI શોપિંગ પર કોઈ ટેન્શન નહીં! નવા ચાર્જનો અમલ અટકી ગયો? આ તારીખ સુધી નિયમો ટળવાના મોટા સંકેત
RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Exit mobile version