એક અઠવાડિયા પછી હોટલની ડીશના ભાવ વધશે. આ છે કારણ. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai  
વીકએન્ડ અને રજાઓમાં હોટલો(hotels)માં ફેમિલી સાથે ખાવા જવાના શોખીનો માટે માઠા સમાચાર છે. પહેલી મેથી(1st May) હોટલોમાં જમવા માટે મોટું બિલ (hotel bill)ચૂકવવાની તૈયારી રાખવાની છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ(Ukraine Russia War)ને લીધે ઈંધણ(fuel rate hike)ના ભાવની સાથે જ મોંઘવારીની(inflation) અસર હોટલ અને રેસ્ટોરાં(hotel and restaurant)ના ખાદ્યપદાર્થના ભાવને પડવાની છે.

કોરોના પ્રતિબંધક તમામ નિયંત્રણ (covid restriction)હટી ગયા બાદ હોટલ અને રેસ્ટોરાં પૂર્વવત ભીડ ઊમટી રહી છે. લોકોએ ફરી પરિવાર સાથે રેસ્ટોરાંમાં જમવાનું ચાલુ કરી દીધું છે. હોટલના માલિકો પણ તેનાથી ખુશ હતા. જોકે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધના કારણે ઈંધણના ભાવમાં ધરખમ વધારો થયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  કારોબારી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બજારમાં કડાકો, બંને સૂચકાંકો લાલ નિશાન પર ખુલ્યા; સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ડાઉન

ઈંધણના ભાવ વધતા શાકભાજી (vegetable and raw material price hike)સહિતના અન્ય કાચામાલના ભાવમાં તેને કારણે વધારો થયો છે. મોંઘવારીએ પણ માઝા મૂકી છે. આ બધાની અસરને કારણે દરેક વસ્તુઓના ભાવ વધી જતા  હોટલ અને રેસ્ટોરાંમાં મળતા ખાદ્ય પર્દાથ પણ મોંધા થવાના  છે.

આવતા અઠવાડિયાથી હોટલ રેસ્ટોરાની સાથે જ બહાર વેચાતા વડા-પાવં, ઈડલી જેવા અન્ય ખાદ્યપર્દાથની કિંમતમાં પણ 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. હોટલવાળાએ તો પોતાના મેન્યુમાં ભાવ વધારો કરવાની તૈયારી પણ કરી લીધી છે.

Gold price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, કિંમતોમાં જબરદસ્ત તેજી, જાણો મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Insurance sector 100% FDI: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો ધડાકો! 100% FDI ને લીલી ઝંડી, જાણો તમારા પ્રીમિયમ અને ક્લેમ સેટલમેન્ટ પર શું થશે અસર.
Gold price: સોનાના ભાવ ધડામ રોકાણકારો માટે ખુશખબર, MCX પર ગોલ્ડ રેટમાં ઘટાડો, તમારા શહેરનો 10 ગ્રામ સોનાનો ભાવ અહીં જુઓ
Elon Musk: એલોન મસ્કની કમાણીનો જબરદસ્ત ઉછાળો, બીજા સૌથી ધનિક વ્યક્તિ કરતાં સંપત્તિમાં આટલો મોટો તફાવત
Exit mobile version