Site icon News Continuous Bureau | Mumbai

નોકરિયાતો માટે સારા સમાચાર.. દિવસના આટલા કલાક જ કામ કરી શકશો.. સરકારે બનાવ્યા નવા કાયદા..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 નવેમ્બર 2020

મોદી સરકાર દ્વારા કામના કલાકો ને લઈને મહત્વના સુધારા કર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયએ સંસદમાં પસાર કરેલા એક બિલમાં કામના કલાક વધારવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. નવા પ્રસ્તાવ પ્રમાણે એક દિવસમાં વ્યક્તિ મહત્તમ 12 કલાક કામ કરી શકે તેવો પ્રસ્તાવ મૂક્યો છે. વર્તમાન સમયમાં પ્રતિદિન મહત્તમ 8 કલાક કામ કરવાની જોગવાઈ છે.

Join Our WhatsApp Channel

શ્રમ અને રોજગાર મંત્રાલયે વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય, તેમજ કાર્ય શરત એટલે કે OSH કોડ 2020 ના નિયમો હેઠળ આ પ્રસ્તાવ મૂક્યો છે. નવા કામના સમયગાળા વચ્ચે ટૂંકા ગાળાની રજા પણ શામેલ કરવામાં આવી છે. જો કે, 19 નવેમ્બર 2020ના રોજ જાહેર કરાયેલા આ ડ્રાફ્ટમાં, સાપ્તાહિક કામના કલાકો 48 કલાક યથાવત રાખવામાં આવ્યા છે. વર્તમાન જોગવાઈઓમાં અઠવાડીયે 8 કલાકના હિસાબે 6 દિવસનો હોય છે, જેમાં એક દિવસ રજા હોય છે. પરંતુ 12 કલાક કામની સ્થિતિમાં અઠવાડિયામાં 2 રજાઓ આપવાની જોગવાઈ રહેશે.

વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ જોગવાઈ ભારતની પ્રતિકૂળ આબોહવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રાલયે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના ડ્રાફ્ટ એક્ટને સૂચિત કરી વાંધા અને સૂચનો માંગવામાં આવ્યા છે.

India Semiconductor Mission 2.0 હવે ડ્રેગન નહીં, ભારત બનશે ગ્લોબલ ચિપ બોસ ₹૧.૨૭ લાખ કરોડનું ‘સેમીકોન ૨.૦’ મિશન બદલશે ગેમ
New UPI Charges Explained ટ્રાન્ઝેક્શન ફી લાગુ થવાની અટકળો વચ્ચે નિયમો સ્પષ્ટ, આ ૫ વ્યવહારો સામાન્ય નાગરિકો માટે રહેશે એકદમ ફ્રી
N Chandrasekaran Gets Extension ટાટા સન્સના બોર્ડનો મોટો નિર્ણય! એન ચંદ્રશેખરન ફરી ૫ વર્ષ સંભાળશે સુકાન, અબજો ડોલરના પબ્લિક ઈશ્યુની કમાન તેમના હાથમાં
Tata Inks Deals With Global Firms સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬ ટાટા ગ્રૂપે ૧૬ વિદેશી કંપનીઓ સાથે કરી ઐતિહાસિક ડીલ, હવે ભારત બનાવશે વિશ્વની સૌથી એડવાન્સ્ડ માઇક્રોચિપ
Exit mobile version